Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રંગના બે ઉંદરો-કૃષ્ણ અને શુકલ પક્ષ, જે રાત્રિ અને દિનરૂપી પોતાના દાંતોથી આયુષ્યકાળની શાખાને નિરંતર કાપતા રહે છે. વૃક્ષ-કર્મબંધના હેતુરૂપ અવિરતિ અને મિથ્યાત્વ, મધુબિંદુપાંચેય ઈન્દ્રિયોના વિષયસુખ અને મધમાખીઓ શરીરમાં ઉત્પન્ન થનારી અનેક વ્યાધિઓ છે. વિદ્યાધર છે સદ્ગુરુ, જે ભવભૂપમાં પડેલાં દુઃખી પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માંગે છે.”
પ્રભવને જબ્બકુમારે પ્રશ્ન કર્યો : “પ્રભવ હવે તું જણાવ કે જે પરિસ્થિતિઓમાં એ વ્યક્તિ કૂવાની ઉપર લટકી રહી હતી, ને કેટલું સુખ હતું અને કેટલું દુઃખ?”
પ્રભવે પળવાર માટે વિચાર કરીને કહ્યું: “લાંબી પ્રતીક્ષા પછી જે મધનું એક ટીપું એના મોઢામાં પડતું હતું, બસ એ જ એક નાનુંઅમથું સુખ એને હતું, શેષ બધું દુઃખ જ દુઃખ હતું.”
જબૂકુમારે કહ્યું: “પ્રભવ ! આ જ સ્થિતિ સંસારનાં પ્રાણીઓનાં સુખ અને દુઃખ પર ઘટિત થાય છે. અનેક પ્રકારના ભયથી ઘેરાયેલી એ વ્યક્તિને વસ્તુતઃ નામમાત્રનું પણ સુખ ક્યાં? એવી દશામાં મધુબિંદુના રસાસ્વાદમાં સુખની કલ્પનામાત્ર કહી શકાય છે, વસ્તુતઃ સુખ નહિ.”
જબૂકુમારે પ્રભાવને પુનઃ પ્રશ્ન કર્યો : “વૈભવ ! આ પ્રકારની દયનીય અને સંકટપૂર્ણ સ્થિતિમાં કોઈ વ્યકિત ફસાયેલી હોય અને એને કોઈ પરોપકારી પુરુષ કહે - “ઓ દુઃખી માનવ ! લે મારો હાથ પકડી લે, હું તને આ ઘોર કષ્ટપૂર્ણ સ્થાનથી બહાર કાઢું છું.' તો એ દુઃખી વ્યક્તિ એ પરોપકારી મહાપુરુષનો હાથ પકડી બહાર નીકળવા માંગશે કે નહિ?”
પ્રભવે ઉત્તર આપ્યો : “દુઃખોથી અવશ્ય બચવા માંગશે.”
જબૂકુમારે કહ્યું : “કદાચિત મધુબિંદુના સ્વાદના મોહમાં ફસાઈને કોઈ મૂઢતાવશ કહી દે કે - “પહેલા મને મધુથી તૃપ્ત થવા દો પછી બહાર કાઢી લેજો.' તો એ દુઃખોથી છુટકારો નથી મેળવી શકતો, કારણ કે એ પ્રકારે ક્યારેય તૃપ્તિ થવાની નથી. જે. શાખાના આધારે તે લટકી રહ્યો છે, એ શાખાના કાળા અને શ્વેત મૂષકો દ્વારા કપાતા જ એ ભયંકર અજગરના મોઢામાં પડશે. પ્રભવ ! ૧૦૪ [96969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)