Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
હતા. એમણે લોકકલ્યાણનાં કાર્યો માટે પોતાની સંપત્તિનો ઘણો મોટો ભાગ દાન કરી દીધો અને સંપૂર્ણ ચલ-અચલ સંપત્તિઓનો સર્પકંચૂકવત્ પરિત્યાગ કરી દીધો.
મગધેશ્વર કુણિક પોતાની ચતુરંગિણી સેના અને સમસ્ત રાજ્યદ્ધિની સાથે જખૂકુમારના દર્શનાર્થે અભિનિષ્ક્રમણોત્સવમાં સંમિલિત થયા. એ સમયે પ્રભાવકુમાર પણ પોતાના ૫૦૦ સાથીઓની સાથે ત્યાં આવી પહોંચ્યો. કુણિક દ્વારા જકુમાર પાસે થોડીક સેવાની આજ્ઞા માંગવા પર જખૂકુમારે એમને કહ્યું : “રાજન્ ! આ પ્રભવે જે પણ અપરાધ કર્યા હોય, એને તમે ક્ષમા કરી દો. વિગત રાત્રે એ મારા ઘરે ચોરી કરવાના હેતુથી આવેલો હતો. હવે એ મારી સાથે સંયમ ગ્રહણ કરશે.” એના ઉપર કુણિકે કહ્યું: “આ મહાનુભાવે આજ સુધી જેટલા પણ અપરાધ કર્યા છે, એના માટે હું એમને ક્ષમા કરું છું. એ નિર્વિનરૂપે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરે.”
જબૂકુમારનું અભિનિષ્કરણ સરઘસ રાજગૃહ નગરના મુખ્ય માર્ગથી આગળ વધતું-વધતું નગરની બહાર એ ઉદ્યાનની પાસે પહોંચ્યું,
જ્યાં સુધર્મા સ્વામી પોતાના શ્રમણ સંઘની સાથે વિરાજમાન હતા. - દીક્ષાર્થીઓ દ્વારા દીક્ષા ગ્રહણના પૂર્વે કરવામાં આવતી બધી આવશ્યક ક્રિયાઓના સંપાદન પછી આર્ય સુધર્મા સ્વામીએ જબ્બકુમાર, એમનાં માતા-પિતા, આઠેય પત્ની, પત્નીઓનાં માતા-પિતા, પ્રભવ તથા તેના ૫૦૦ સાથીઓને વિધિવત્ ભાગવતી દીક્ષા પ્રદાન કરી. આ પ્રમાણે ૯૯ કરોડ સ્વર્ણમુદ્રાઓ અને ૮ રમણીરત્નોનો ત્યાગ કરી જબૂકુમાર પર૭ મુમુક્ષુઓની સાથે સુધર્મા સ્વામી પાસે દીક્ષિત થયા. દીક્ષા આપ્યા પછી સુધર્મા સ્વામીએ જણૂકુમારની માતા, એમની આઠ પત્નીઓ અને આઠેય પત્નીઓની માતાઓને સુવ્રતા નામક આર્યાની આજ્ઞાનુવતિની બનાવી દીધી. પોતાના સાથીઓ સહિત પ્રભવ મુનિ સુધર્મા દ્વારા જમ્મુમુનિને શિષ્ય રૂપે સોંપવામાં આવ્યા.
દીક્ષા પછી નવદીક્ષિત શ્રમણ-શ્રમણીઓને સંબોધિત કરતા આર્ય સુધર્માએ કહ્યું : “આયુષ્યમાન શ્રમણ-શ્રમણીઓ ! તમે બધાંયે વિષયકષાયાદિ બંધનોને કાપીને શ્રમણધર્મમાં દીક્ષિત થઈ જે વીરતાનો | ૯૪ 990999696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)