Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(દસ બોલોનો વિચ્છેદ ) જંબૂ સ્વામીના નિર્વાણ પછી જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાંથી નિમ્નલિખિત દસ બોલ વિલુપ્ત થઈ ગયા. (૧) મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિજ્ઞાન, (૩) પુલાકલબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપક શ્રેણી, (૬) ઉપશમ શ્રેણી, (૭) જિનકલ્પ, (૮) ત્રણ પ્રકારનાં ચારિત્ર્ય અર્થાત્ પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્ર, (૯) કેવળજ્ઞાન અને (૧૦) મુક્તિગમન - આ ૧૦ વિશિષ્ટ આધ્યાત્મિક શક્તિઓનો જબ્બે સ્વામીના નિર્વાણ પછી વિચ્છેદ થઈ ગયો.
આર્ય જખ્ખ સ્વામીને શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓમાં અંતિમ કેવળી માનવામાં આવ્યા છે. આ પ્રમાણે જમ્મુ સ્વામીના નિર્વાણની સાથે જ વિ. નિ. સં. ૬૪મા કેવળીકાળ સમાપ્ત થઈ ગયો.
(કેવળીકાળના રાજવંશ) ઐતિહાસિક ઘટનાક્રમના પર્યવેક્ષણ(સમીક્ષા)થી એવું સહજ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રાચીન સમયમાં રાજા અને પ્રજાનો સંબંધ અધિકાંશતઃ ઘણો જ મધુર અને પ્રગાઢ રહ્યો હતો. દેશના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને ધાર્મિક અભ્યસ્થાનમાં જનસાધારણની જેમ રાજવંશોએ પણ વખતોવખત પોતાની તરફથી ઉલ્લેખનીય યોગદાન આપ્યું, એની પુષ્ટિમાં પ્રચુર પ્રમાણ ઉપલબ્ધ થાય છે. પ્રાચીનકાળમાં જૈન ધર્મના પલ્લવન(ઉદ્ભવ)થી લઈ પ્રસાર-પ્રચાર, અભ્યત્થાનાદિ બધાં જ કાર્યોમાં જ્યારે-જ્યારે અને જે-જે પણ લોકજનીન પ્રયાસ કરવામાં આવ્યા છે, એમાં રાજવંશોએ પણ જનસાધારણની સાથે ખભાથી ખભો મેળવીને ઘણો મહત્ત્વપૂર્ણ સક્રિય સહયોગ આપ્યો. વી. નિ. સં. ૧ થી ૬૪ સુધીના કેવળીકાળમાં મુખ્યતઃ નિમ્નલિખિત રાજવંશ ભારતના વિભિન્ન પ્રદેશોમાં સત્તારૂઢ રહ્યા :
૧. મગધમાં શિશુનાગ રાજવંશ, ૨. અવંતીમાં પ્રદ્યોત રાજવંશ, ૩. વત્સ(કૌશામ્બી) માં પોરવરાજવંશ અને .
૪. કલિંગમાં ચેદિ રાજવંશ. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 999999999999 ૯૦ ]