Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
તે નારકીય (નરક જેવું) દુઃખોથી પણ અત્યાધિક દુઃખદ અને ભઠ્ઠીની જેમ તીવ્રતમ જ્વાળાઓથી પણ વધારે દાહક છે. આ સંસારમાં એકાન્ત દુઃખ જ દુઃખ છે, સુખ નામમાત્રનું પણ નથી. જો તમારા અંતર્મનમાં વાસ્તવિક સુખપ્રાપ્તિની અભિલાષા છે, તો તમે બધાં પ્રાતઃકાળ થતા જ મારી સાથે મુક્તિપથના પથિક બની જજો.”
શ્રેષ્ઠી-દંપત્તીઓના અંતઃકરણમાં પ્રવિષ્ટ થયેલ આ વાક્યોએ એમની અંતરચેતનાને જાગૃત કરીને એમના અંતર્થક્ષુઓને ઉન્મીલિત કરી દીધા. એમને એમના અંતસ્થળમાં અભુત આલોકનો અનુભવ થયો. સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજતા જ અઢાર (૧૮) ભવ્યજીવોએ દીક્ષિત થવાનો નિશ્ચય કરી લીધો.
(જષ્ણુકુમાર સહિત પ૨૮ મુમુક્ષુઓની દીક્ષા) પ્રાતઃકાળ થતાં જ આખા રાજગૃહ નગરમાં એ સમાચાર વિદ્યુતવેગે ઘરે-ઘર પહોંચી ગયા કે જખૂકુમાર કુબેરોપમ્ અપાર વૈભવનો પરિત્યાગ કરી પોતાનાં માતા-પિતા, આઠેય નવવિવાહિતા પત્નીઓ, આઠેય પત્નીઓનાં માતા-પિતા તથા કુખ્યાત ચોરરાજ પ્રભવ અને એના ૫૦૦ સાથીઓની સાથે આજે જ દીક્ષિત થઈ રહ્યા છે. દીક્ષા સમારોહના અપૂર્વ ઠાઠને જોઈ પોતાનાં નેત્રોને પવિત્ર કરવાની અભિલાષા લઈ બધાં નર-નારી શીવ્રતાપૂર્વક પોતાના આવશ્યક કામથી નિવૃત્ત થઈ અને સુંદર વસ્ત્રાલંકારોથી સુસજ્જિત થવા લાગ્યા.
અનેક પ્રકારનાં વાદ્યયંત્રોની મધુરધ્વનિની વચ્ચે જખૂકુમાર પોતાનાં માતા-પિતાની સાથે ૧૦૦૦ પુરુષો દ્વારા વહન થનારી શિવિકા(પાલખી)માં આરૂઢ થયા. જયઘોષો અને વાદ્યવૃંદોના કર્ણપ્રિય સ્વરોની સાથે જબ્બકુમારની અભિનિષ્ક્રમણયાત્રાનો પ્રારંભ થયો. ગઈકાલે જ જેની વરયાત્રાનાં મનોરમ દૃશ્યો જોયાં હતાં, એ જ જબૂકુમારની અભિનિષ્ક્રમણયાત્રાને જોવા માટે રાજગૃહના વિશાળ રાજપથો ઉપર ચારે તરફ જનસમૂહ (માનવમહેરામણ) ઊમટી પડ્યો. શિવિકારૂઢ જબૂકુમાર શ્રાવણ-ભાદરવાની વાદળીઓની જળવર્ષાની જેમ અમૂલ્ય મણિકાંચન (રો) મિશ્રિત વસુધારાઓની અનવરત વર્ષા કરી રહ્યા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2302696969696969696969 ૯૩ ]