Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
બોલ્યા: “હે તસ્કરો (ચોરો) ! તમે લોકો અમારે ત્યાં અતિથિના રૂપમાં આવેલા આ લોકોની સંપત્તિને કેવી રીતે ચોરીને લઈ જઈ રહ્યા છો?”
જબૂકુમારનું આટલું કહેવાતા જ ૫૦૦ ચોર જ્યાં, જે અવસ્થામાં હતા, ત્યાં એ જ રૂપમાં ચિત્રવત્ સ્તંભિત થઈ ગયા. આ જોઈ પ્રભવને ઘણું આશ્ચર્ય થયું કે - “એની અમોઘ અવસ્થાપિની વિદ્યાનો જબૂકુમાર પર કયા કારણે પ્રભાવ ન થયો ? એણે જણૂકુમાર પાસે જઈને કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર ! હું જયપુરનરેશ વિન્ધરાજનો જ્યેષ્ઠ પુત્ર પ્રભવ તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું, તમે મને ઑભિની અને મોચિની વિદ્યાઓ શીખવીને એના બદલામાં મારી પાસે અવસ્થાપિની અને તાલીદ્યાટિની વિદ્યાઓ પ્રાપ્ત કરો.'
જમ્મુકુમારે કહ્યું: “પ્રભવ! હું તો પ્રાતઃકાળ થતાં જ તમામ સંપત્તિ પરિવારને પરિત્યાગી પ્રવજિત થવાનો છું મારે આ પાપકારી વિદ્યાઓથી કાંઈ પણ લેવા દેવા નથી. હકીકતમાં હું કોઈ વિદ્યા જાણતો નથી. હું તો માત્ર પંચપરમેષ્ઠી મંત્રને જ સૌથી મોટો મંત્ર માનું છું.”
(પ્રભવને પ્રતિબોધ) જબૂકુમારની નિઃસ્પૃહતા અને પ્રવૃજિત થવાની વાત સાંભળી પ્રભવને ઘણું વિસ્મય થયું. એણે આગ્રહપૂર્ણ સ્વરમાં કુબેરોપમ સંપત્તિ અને સુરબાળાઓ સમાન સુંદર નવવધૂઓને છોડીને હમણાં પ્રવ્રજિત નહિ થવા માટે કહ્યું, પરંતુ વિપુલ વૈભવનો સુચારુ રૂપે સુખભોગ કર્યા પછી જ વૃદ્ધાવસ્થામાં પ્રવ્રજિત થઈ જવા માટે કહ્યું.
જબૂકુમારે પૂર્ણ કુશળતાથી યુક્તિપૂર્વક પ્રભવને પ્રતિબોધ આપ્યો. જબૂકુમારના ઉપદેશથી પ્રબુદ્ધ થઈ પ્રભવ અને એના ૫૦૦ સાથીઓએ પણ જણૂકુમારની સાથે જ પ્રવ્રજિત થવાની ઇચ્છા પ્રગટ કરી અને જબૂકુમારની સહમતિ પ્રાપ્ત થતા પોત-પોતાનાં માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરવાના હેતુથી તેઓ પોતાના સાથીઓ સહિત શ્રેષ્ઠી ઋષભદત્તના ઘરેથી ચાલ્યા ગયા.
(પત્નીઓની સાથે ચર્ચા) જમ્બુકમારની સમુદ્રશ્રી આદિ આઠ નવવિવાહિતા પત્નીઓએ વિરક્ત જબ્બકુમારને સંયમમાર્ગથી રોકવા અને સહજ પ્રાપ્ત વિપુલ સુખસામગ્રીનો સુખપૂર્વક ઉપભોગ કરવા માટે અનુરોધપૂર્ણ પ્રાર્થના ૯૦ છ3969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)