Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મનોરથપૂતિના એ શુભ દિવસ પછી ફરી તમે મને પ્રવ્રજિત થવાથી રોકી નહિ શકો.”
ધારિણીએ સંતોષનો દમ લીધો. માતાના મમતાભર્યા મનમાં આ વિચારથી આશાનું કિરણ પ્રફુરિત થયું કે - “મોટા-મોટા યોગીઓને વિચલિત કરી દેવા માટે એક જ રમણી પર્યાપ્ત હોય છે. પરમ રૂપલાવણ્ય અને સર્વગુણસંપન્ન એની આઠ વધૂઓ પોતાના સંમોહક હાવ-ભાવ અને નેત્રબાણોથી એના પુત્રને ભોગમાર્ગ તરફ આકર્ષવામાં અવશ્ય જ સફળ થઈ જશે.”
એણે હર્ષમિશ્રિત સ્વરમાં કહ્યું : “વત્સ ! જે તું કહી રહ્યો છે એ જ થશે. અમે લોકોએ પહેલેથી જ તારા અનુરૂપ સર્વગુણસંપન્ન અતિશય રૂપાળી આઠ શ્રેષ્ઠી-કન્યાઓનાં તારી સાથે લગ્ન કરવા-હેતુ વાગ્દાન સ્વીકારી રાખ્યું છે. તે આઠેય શ્રેષ્ઠી-પરિવાર જિનશાસનમાં શ્રદ્ધા, અનુરાગ રાખનારા અને સંપન્ન છે. આઠેય સાર્થવાહો (વાણિયા)ઓને સૂચના મોકલાવું છું.'
શ્રેષ્ઠીવર ઋષભદત્તે તત્કાળ વિશ્વસ્ત સંદેશવાહકોની સાથે એ આઠેય સાર્થવાહોની પાસે સંદેશ મોકલ્યો. એમાં એવું સ્પષ્ટ કહેવડાવ્યું કે - વિવાહ (લગ્ન) થઈ જવા પછી જખૂકુમાર પ્રવ્રજિત થઈ જશે, અતઃ બધી બાબતો ઉપર સુચારુ રૂપે વિચાર કરી શીધ્ર ઉત્તર આપવામાં આવે.”
સંદેશમાં જબ્બેકુમારના દીક્ષિત થવાની વાત સાંભળી એ બધા જ સાર્થવાહોના હૃદયને ઘેરો આઘાત લાગ્યો. તે પોતાની પત્નીઓની સાથે એ વિષયમાં વિચાર કરવા લાગ્યા કે - “આ સમસ્યાનો ઉકેલ કયા પ્રકારે લાવવામાં આવે !”
આઠેય શ્રેષ્ઠી-કન્યાઓએ પણ જણૂકુમારના દીક્ષિત થવાની અને પોતાનાં માતા-પિતાની પાસે શ્રેષ્ઠી ઋષભદત્તને ત્યાંથી પ્રાપ્ત સંદેશની વાત સાંભળી. સમાન નિશ્ચયવાળી એ બધી કન્યાઓએ પોતાનાં માતા-પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું - “તમે અમારું વાગ્દાન એમને આપી દીધું છે. હવે તેઓ જ અમારા સ્વામી છે. તેઓ જે પથનું અવલંબન કરશે, ભલે તે કેટલુંયે દુર્ગમ અથવા કંટકોથી ભરેલું કેમ ન હોય, અમારા માટે તો એ જ પ્રશસ્તી પથ હશે. તમે બીજી કોઈ વાતનો વિચાર ન કરો.” - કન્યાઓના દેઢ નિશ્ચયને સાંભળી એમના પિતા સાર્થવાહોએ ઋષભદત્તને વિવાહની સ્વીકૃતિનો સંદેશ પ્રેષિત કરી દીધો (મોકલી દીધો). બંને તરફ વિવાહ(લગ્ન)ની તૈયારીઓ થવા લાગી. જિન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) 999696969696969696969ી ૮૦ ]