Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જબૂએ પુનઃ કહ્યું : “અમ્બ-તાત્ ! સુધર્મા સ્વામીનો ઉપદેશ સાંભળી મારા અંતરના પટ ખૂલી ગયા મને મારું કર્તવ્ય અને સત્પથનો બોધ થઈ ગયો. મારા અંતરમાં એ અક્ષય-અમર-પરમપદને પ્રાપ્ત કરવાની ઉત્કટ અભિલાષા ઉત્પન્ન થઈ છે, જ્યાં જન્મ, જરા, મૃત્યુ અને રોગ, શોક વગેરે માટે કોઈ સ્થાન નથી. સંકટના સમયે શત્રુથી નગરની રક્ષાર્થે નગરના દ્વાર ઉપર વિશાળ શિલાખંડ અને ગોળાઓ યંત્રમાં રાખેલા છે. એમને જોઈને મને એવો અનુભવ થયો કે જો એમાંથી એક પણ શિલાખંડ અથવા ગોળો મારા ઉપર પડી જાય તો અવ્રતી દશામાં મારું મૃત્યુ થઈ શકે છે. અતઃ હું ફરીને પાછો સુધર્મા સ્વામીની સેવામાં ઉપસ્થિત થયો અને મેં આજીવન બ્રહ્મચારી રહેવાનું વ્રત ગ્રહણ કર્યું. પૂજ્યો ! હું સુધર્મા સ્વામીની પાસે આહતી દીક્ષા ગ્રહણ કરી બે પરમપદની પ્રાપ્તિનો પ્રયાસ કરવાનો દઢ નિશ્ચય કરી ચૂક્યો છું. કૃપા કરી આપ મને દીક્ષિત થવાની આજ્ઞા પ્રદાન કરો.”
પોતાના પ્રાણપ્રિય એકમાત્ર પુત્રના મુખેથી આજીવન બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવાનું અને પ્રવ્રજિત થવાની વાત સાંભળતાં જ ઋષભદત્ત અને ધારિણીનાં હૃદય ઉપર વ્રજઘાત થયો અને તે કેટલીક ક્ષણો માટે મૂચ્છિત થઈ ગયાં. મૂચ્છ દૂર થવા પર તે બંને પોતાની આંખોથી અવિરલ અશ્રુધારાઓ વહાવતા ઘણા દીન સ્વરમાં બોલ્યાં : “પ્રિય પુત્ર ! તું જ અમારા મનોરથોને પૂર્ણ કરનારો છે. તારા વગર અમારું જીવન દુભર થઈ જશે. તું એ આર્ય સુધર્મા સ્વામી પાસે જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત ધર્મોપદેશ સાંભળ્યો, એ તો ઘણું સારું કર્યું. પરંપરાથી આપણા અનેક પૂર્વજો પણ જિનશાસનના શ્રદ્ધાળુ ભક્ત રહ્યા છે, પણ જ્યાં સુધી અમે સાંભળ્યું છે, એમનામાંથી કોઈએ પ્રવજ્યા ગ્રહણ નથી કરી. આવી દશામાં તે આજે એક જ દિવસમાં એવી કઈ વિશિષ્ટતા ઉપલબ્ધ કરી લીધી કે જેના કારણે તું પ્રવ્રજિત થવાની વાત કરી રહ્યો છે ?” - જમ્બુકમાર : “તા-માત્સંસારમાં કેટલાયે લોકો એવા હોય છે, જે ઘણા સમય પછી કર્તવ્યા-કર્તવ્યનો નિર્ણય કરી શકે છે અને કેટલાક લોકો અતિ સ્વલ્પ સમયમાં વિશિષ્ટ પરિજ્ઞા પ્રાપ્ત કરી લે છે.” વિશિષ્ટ પરિજ્ઞાના ઉદાહરણ સ્વરૂપ જખૂકુમારે પોતાનાં માતા-પિતાને એક શ્રેષ્ઠીપુત્રનું આખ્યાન સંભળાવ્યું * આખ્યાન સંભળાવ્યાં પછી બૂકુમારે કહ્યું: “જે પ્રમાણે એ શ્રેષ્ઠીપુત્રે સારભૂત વસ્તુને ગ્રહણ કરી લાંબા સમય સુધી સુખોપભોગ કર્યો, એ જ પ્રમાણે હું પણ સુધર્મા સ્વામીના ઉપદેશમાંથી સારભૂત અમૂલ્ય જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) D969696969696969696964 ૮૫ |