Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જબૂકુમારે આર્ય સુધર્માને પ્રણામ કર્યા અને રથારૂઢ થઈ તે કુતગતિથી પોતાના ભવન તરફ વળ્યા. નગરના દ્વાર ઉપર અનેક રથો, યાનો અને વાહનોની ભીડ જોઈ વિલંબની આશંકાથી સારથીને બીજા દ્વારથી નગરમાં પ્રવેશ કરવાનો આદેશ આપ્યો. સારથીએ રથને વાળીને નગરના બીજા દ્વારની તરફ વાળી દીધો.
| (અતિઘોર પ્રતિજ્ઞા) શત્રુઓનો સંહાર કરવા માટે એ દ્વાર ઉપર મજબૂત દોરડાથી પથ્થરો, શતદની આદિ સંહારક શસ્ત્ર લકટાવેલાં હતાં. જગ્ગકુમારે એમને દૂરથી જ જોઈને મનોમન વિચાર્યું - “આ શસ્ત્રોમાંથી જો કદાચ એક પણ શસ્ત્ર મારા રથ ઉપર પડે તો વગર વ્રત ગ્રહણ કર્યું મારું મૃત્યુ સુનિશ્ચિત છે, જેનાથી હું દુર્ગતિનો અધિકારી બની શકું છું.”
આ પ્રમાણેનો વિચાર આવતા જ જબ્બેકુમારે ગુણશીલ ચેત્યની તરફ રથ લઈ પાછો ફરવાનો સારથીને આદેશ આપ્યો. સારથીએ પણ આદેશ મળતા રથને ફેરવ્યો અને આશુગામી રથ ગુણશીલ ચૈત્ય (દહેરાસર)ની તરફ આગળ વધ્યો. થોડીક જ ક્ષણોમાં રથ ઉપવનના દ્વારે જઈને ઊભો રહ્યો. જબૂમાર રથમાંથી ઊતરીને આર્ય સુધર્માની સેવામાં પહોંચ્યા અને સવિધિ વંદન કરીને પછી એમણે નિવેદન કર્યું - . “ભગવન્! હું આજીવન બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવા માંગુ છું.”
જબૂકુમારની પ્રાર્થનાથી આર્ય સુધર્માએ એમને જીવંતપર્યત બ્રહ્મચારી રહેવાનું વ્રત ધારણ કરાવ્યું. વ્રત ગ્રહણ કર્યા પછી જખૂકુમારે પુનઃ ઘણી શ્રદ્ધાથી આર્ય સુધર્માને વંદન કર્યા અને રથમાં બેસી પોતાના ઘરે પહોંચ્યા.
(માતા-પિતાની સમક્ષ દીક્ષાનો પ્રસ્તાવ) પોતાના વિશાળ ભવનના પ્રાંગણમાં પહોંચતાં જ જબ્બકુમાર રથમાંથી ઊતરીને સીધા પોતાનાં માતા-પિતાની પાસે પહોંચ્યા. માતાપિતાને પ્રણામ કરી જબ્બેકુમારે એમને નિવેદન કર્યું: અમ્બ-તાત્! મેં આજે આર્ય સુધર્મા સ્વામીની પાસે જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત સારભૂત ધર્મોપદેશ સાંભળ્યો.”
માતા ધારિણીએ જબૂની બલૈયા (ઓવારણું) લેતા સ્નેહાતિક સ્વરમાં કહ્યું : “વત્સ! તું પરમ ભાગ્યશાળી છે કે તેં આવા મહાન ધર્મ-ધુરીણ ધમોપદેશકના દર્શન, વંદન, નમન અને ઉપદેશશ્રવણથી પોતાનાં નેત્રો, માથું, કર્ણરંધ્રો (કાન), અંતઃકરણ અને જીવનને સફળ કર્યું.” [ ૮૪ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)