Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(જને વિરક્તિ) એ જ દિવસોમાં આર્ય સુધર્મા પોતાના શ્રમણસંઘની સાથે રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. સુધર્માના આગમનો શુભ સંવાદ સાંભળતાં જ જખૂકુમારના હર્ષનો પાર ન રહ્યો. તે એક શીઘગામી (ઝડપી) અને ધાર્મિક અવસરોચિત રથ ઉપર આરૂઢ થઈ સુધર્મા સ્વામીની સેવામાં પહોંચ્યા. એમણે સુધર્મા સ્વામીને અગાધ શ્રદ્ધા અને પરમ ભકિતથી વિધિયુકત વંદન-નમન કર્યું અને ધર્મ પરિષદમાં યથાસ્થાન બેસી ગયા. આર્ય સુધર્માએ ધર્મ પરિષદને આધ્યાત્મિક ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો. એમણે એમની દેશનામાં માનવભવની મહત્તા બતાવતા કહ્યું કે - “ભવ્યો! વિશ્વહિતૈષી ભ. મહાવીરના ઉપદેશાનુસાર આચરણ કરી ભવ્ય પ્રાણી ભવસાગરને પાર કરવામાં સફળ થઈ શકે છે. અતઃ માનવમાત્રે આ પ્રાપ્ત અવસરનો લાભ ઉઠાવવો જોઈએ. બુદ્ધિમાન મનુષ્ય એ જ છે, જે આયુ, યૌવન, કામભોગ, લક્ષ્મી અને શરીરને ક્ષણ વિધ્વસી સમજીને સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક ચારિત્રરૂપી રત્નત્રયીને ગ્રહણ કરી એમની સમ્યકરૂપે આરાધના કરતાકરતા અનંત અવ્યાબાધ શાશ્વત શિવસુખની પ્રાપ્તિ માટે દઢ નિશ્ચયની સાથે પ્રયત્નશીલ રહે છે. જે પ્રાણી આ વાસ્તવિકતાને ન સમજીને અથવા સમજવા છતાં પણ મોહનાં બંધનોથી જકડાઈ રહીને પ્રમાદ અને આળસને વશીભૂત થઈ પોતાની આધ્યાત્મિક ઉન્નતિના કાર્યમાં અકર્મણ્ય રહે છે, તે આ ભયાવહ વિકટ ભવાટવીમાં સદા-સર્વદા અસહાયાવસ્થામાં ભીષણ અને દારુણ દુઃખોને ભોગવતાં-ભોગવતાં ભટકતા રહે છે.” - આર્ય સુધર્માનો આ હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળી જબ્બેકુમારનું હૃદય વૈરાગ્યથી ઓતપ્રોત થઈ ગયું. તે આર્ય સુધર્માની સમીપ ગયા અને સવિધિ વંદનની સાથે આર્ય સુધર્માનાં પાવન-ચરણોમાં પોતાનું શીશ રાખીને અતિ વિનીત સ્વરમાં બોલ્યા : “સ્વામિન્ ! મેં તમારી પાસે સાચા ધર્મનું સ્વરૂપ સાંભળ્યું. મને તે ઘણું રૂચિકર અને આનંદપ્રદ લાગ્યું. તમારા દ્વારા બતાવેલ ધર્મ-સ્વરૂપ ઉપર મારા હૃદયમાં પ્રગાઢ શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. હું હવે મારાં માતા-પિતા પાસે આજ્ઞા પ્રાપ્ત કરી તમારાં ચરણોની શરણમાં દીક્ષિત થઈ આત્મકલ્યાણ કરવા માંગુ છું.” - આર્ય સુધર્માએ કહ્યું : “સૌમ્ય ! જેનાથી તને સુખ મળે, એ જ કાર્ય કર, શુભકાર્યમાં વિલંબ કરવો ઉચિત નથી.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 999999999999 ૮૩.