Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સુધર્મા સ્વામીની દેશના સાંભળ્યા પછી ઋષભદત્ત પોતાની પત્ની ધારિણીની સાથે પોતાના ઘરે પાછા ફર્યા. ધારિણીએ અનાવૃત દેવ (જે પૂર્વભવમાં ઋષભદત્તનો નાનો ભાઈ હતો) સાથે પોતાના પરિવારનો અત્યંત સન્નિકટનો સંબંધ હોવાને લીધે એમની આરાધના પ્રારંભ કરી. ધારિણીએ જમ્બુદ્વીપાધિપતિ દેવ(અનાધૃત દેવ)ના નામે ૧૦૮ આચાર્લી વ્રત કર્યા.
જેવું કે શ્રમણ ભગવાન મહાવીરે મગધપતિ શ્રેણિકના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું : “એ દિવસના બરાબર સાતમા દિવસે વિદ્યુમ્માલી દેવ બ્રહ્મલોકથી ચ્યવન કરી ઋષભદત્તની પત્ની ધારિણીના ગર્ભમાં અવતરિત થયા. રાત્રિના અંતિમ ચરણમાં અર્ધજાગૃતાવસ્થામાં સૂતેલી ધારિણીના સ્વપ્નમાં મૃગરાજ કિશોર અને સુંદર, સરસ સુગંધિત જમ્મુ ફળ વગેરેને જોયાં.
સ્વપ્ન જોતાં જ ધારિણી જાગી ગઈ અને પતિની પાસે જઈ અતિ પ્રસન્ન મુદ્રામાં પોતાના સ્વપ્નની વિગત સંભળાવી.
અંધજનને બે આંખો મળી જવા પર જે પ્રકારની પ્રસન્નતા થાય છે એ જ પ્રકારની પ્રસન્નતા ઋષભદત્તને થઈ અને એણે કહ્યું: “દેવી! જેવું કે ભ. મહાવીર કહ્યું હતું, તું તેવા જ મહાપ્રતાપી પુત્રને જન્મ આપશે.”
અનુક્રમે જેમ-જેમ ગર્ભ વધવા લાગ્યો, તેમ-તેમ ગર્ભગત મહાપુણ્યશાળી પ્રાણીના પ્રભાવથી શ્રેષ્ઠીપત્ની ધારિણીની ધર્મ પ્રત્યે અભિરુચિ ઉત્તરોત્તર વધવા લાગી.
ગર્ભકાળના પરિપક્વ થવા પર ધારિણીએ એક મહાતેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રજન્મની ખુશીમાં શેઠ ઋષભદત્તના ભવ્ય ભવનમાં હર્ષોલ્લાસનું સુખદ વાતાવરણ વ્યાપ્ત થઈ ગયું. શ્રેષ્ઠીવર ઋષભદત્ત પોતાના અનુચરો, બંદીજનો, યાચકો અને દીન-દરિદ્રોને દિલ ખોલીને એટલું દ્રવ્ય લૂંટાવ્યું કે એ બધાની નિર્ધનતા સદા માટે મટી ગઈ. બાર દિવસ સુધી ઘણા જ ઠાઠ-માઠ સાથે અહર્નિશ મંગળ મહોત્સવ ઊજવ્યા પછી શુભમુહૂર્તમાં વિશિષ્ટ સમારોહની સાથે શિશુનું નામકરણ કરવામાં આવ્યું. માતા દ્વારા સ્વપ્નમાં જબ્બફળ જોવુ અને જમ્બુદ્વીપાધિપતિ અનાધૃત દેવની કૃપા અને સાંનિધ્યના કારણે સર્વલક્ષણ-સંપન્ન પુત્રનું નામ “જબૂમાં રાખવામાં આવ્યું. - વિદ્યુમ્ભાલી દેવના બ્રહ્મલોકથી ધારિણીના ગર્ભનાં આવવાના કેટલાક જ સમય પછી એમની ચારેય દેવીઓ પણ પોત-પોતાની દેવી-આયુ પૂર્ણ ન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 96969696969696969696969{ ૮૧ |