Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સમૂહને વિનષ્ટ કરવામાં અધિકાધિક સફળ થઈ શકશો. અતઃ આપને માટે એ જ શ્રેયષ્કર છે કે જ્યાં સુધી માતા-પિતા આપને પ્રવ્રજિત થવાની અનુજ્ઞા પ્રદાન ન કરે, ત્યાં સુધી નિરવદ્ય અશન-પાનાદિ આવશ્યકતાનુસાર ગ્રહણ કરતા-કરતા, પોતાના ઘરમાં જ રહી સાધુ-તુલ્ય જીવન વ્યતીત કરો.”
“રાજમહેલમાં પ્રાસુક-અશન-પાન ક્યાંથી મળશે?” એમ પૂછવા પર શ્રાવકે કહ્યું કે - “હું યથાસમયે પૂર્ણરૂપે પ્રાસુક આહાર-પાણી-વસ્ત્રાદિ ભિક્ષાથી પ્રાપ્ત કરી આપને આપતો રહીશ અને આપ જેવા સાધુ-તુલ્ય મહાપુરુષની એક વિનીત શિષ્યની જેમ દરેક પ્રકારે સેવા કરતો રહીશ.”
એ માટે શિવકુમારે પોતાની સહમતિ પ્રગટ કરતા અને પોતાના અતિ કઠોર અભિગ્રહથી દઢધર્માને પરિચિત કરાવતા કહ્યું કે - “શ્રાવકોત્તમ ! તમે મારા હિતમાં એ આવશ્યક સમજો છો કે હું અશનપાન ગ્રહણ કરતો રહું, તો હું જીવનપર્યત છઠ્ઠ ભક્તની તપસ્યા કરતો રહીશ અને તપના પારણાના દિવસે પણ આચાર્લી વ્રત કરીશ.”
આ પ્રમાણે શિવકુમાર અને શ્રાવક દેઢધર્માએ પરસ્પર એકબીજાનું કહેવું માની લીધું અને તે બંને પોત-પોતાની પ્રતિજ્ઞાનુસાર કાર્યમાં નિરત થઈ ગયા.
રાજમહેલમાં રહેવા છતાં પણ શિવકુમારે નિઃસ્પૃહ ભાવથી એક મહાશ્રમણની જેમ ૧૨ વર્ષ સુધી ઘોર તપસ્યા કરી અને અંતે પંડિતમરણથી આયુ પૂર્ણ કરી તેઓ પાંચમા બ્રહ્મ દેવલોકમાં બ્રહ્મન્દ્ર સમાન દસ સાગરોપમની આયુવાળા મહર્તિક અને મહાન તેજસ્વી વિદ્યુમ્માલી નામક દેવના રૂપમાં ઉત્પન્ન થયા.
ત્રિકાળજ્ઞાની ભગવાન મહાવીરે મગધસમ્રાટ શ્રેણિકને આ પ્રકારે આર્ય જબૂના ચાર પૂર્વભવોનું વૃત્તાંત સંભળાવી કહ્યું: “મગધેશ! આ તે જ ભવદેવનો જીવ વિદ્યુમ્માલી દેવ છે. આજથી સાતમા દિવસે તે દેવાયુની સમાપ્તિ કરી આ જ રાજગૃહ નગરના શ્રેષ્ઠી પ્રમુખ ઋષભની પત્ની ધારિણીના ગર્ભમાં અવતરિત થશે. ગર્ભકાળની સમાપ્તિ પર ધારિણી એને પુત્રરૂપે જન્મ આપશે અને એનું નામ જગ્ગકુમાર રાખવામાં આવશે. જબૂકુમાર વિવાહિત થઈને પણ અખંડ બ્રહ્મચારી રહેશે અને વિવાહ પછી બીજા જ દિવસે વિપુલ ધન-સંપત્તિનો પરિત્યાગ કરી પોતાની સદ્યઃ પરિણીતા આઠ પત્નીઓ, પોતાના અને એ પત્નીઓનાં માતા-પિતા પલ્લીપતિ પ્રભવ અને પ્રભવના ૫00 સાથીઓની સાથે પ્રવૃજિત થશે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9999999999). ૦૯ |