Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રવ્રુજિત થઈ આપની પર્યાપાસના અને આત્મકલ્યાણની સાધના કરવા માંગુ છું. હું મારાં માતા-પિતાની આજ્ઞા લઈ હમણાં જ આપની સેવામાં ઉપસ્થિત થાઉં છું.”
મુનિ સાગરદત્તે કહ્યું : “દેવાનુપ્રિય ! શુભકાર્યમાં પ્રમાદ ન કરવો જોઈએ.”
તદ્દન્તર શિવકુમાર રાજભવન પહોંચી માતા-પિતાની સન્મુખ પોતાની આંતરિક અભિલાષા પ્રગટ કરતા કહ્યું : “અમ્બતાત્ ! મેં આજે એક અવધિજ્ઞાની મુનીશ્વર પાસે મારા પૂર્વભવોનો વૃત્તાંત સાંભળ્યો. મને સંસારથી પૂર્ણ વિરક્તિ થઈ ગઈ છે. હું શ્રમણ બનીને આત્મકલ્યાણ કરવા માંગુ છું. અતઃ તમે મને પ્રવ્રુજિત થવાની આજ્ઞા પ્રદાન કરી મારી આત્મ-સાધનામાં સહાયક બનો.”
પોતાના પુત્રની વાત સાંભળી મહારાજા પદ્મરથ અને મહારાણી વનમાલા વજપ્રહારથી પ્રતાડિતની જેમ અવાક્ - સ્તબ્ધ થઈ ગયા અને પ્રવ્રુજિત ન થવા માટે સમજાવ્યો.
ઘણું બધું સમજાવવા-મનાવવા અને અનુનય-વિનય પશ્ચાત્ પણ જ્યારે શિવકુમારને પોતાનાં માતા-પિતા તરફથી પ્રવ્રુજિત થવાની આજ્ઞા પ્રાપ્ત ન થઈ તો તે સમસ્ત સાવધ યોગોનો પરિત્યાગ કરી વિરક્ત ભાવથી ધીર-ગંભીર મુદ્રા ધારણ કરી રાજપ્રસાદમાં જ શ્રમણની જેમ સ્થિર આસન જમાવીને બેસી ગયો. માતા-પિતા, પરિજન તેમજ પ્રતિષ્ઠિત પૌરજનોએ શિવકુમારને સમજાવવામાં કોઈ પણ પ્રકારની કસર રાખી નહિ, છતાં બધું વ્યર્થ. વિરક્તિના માર્ગથી કુમારને કોઈ કિંચિતમાત્ર પણ વિચલિત ન કરી શક્યું. રાજા પદ્મરથ ઘણો ચિંતિત થયો. એણે અંતે દેઢધર્મા નામક એક અત્યંત વિવેકશીલ શ્રાવકને બોલાવ્યા અને બધો વૃત્તાંત સંભળાવીને કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર ! તું તારા બુદ્ધિબળથી યેન-કેન કોઈ પણ પ્રકારે રાજકુમારને અન્નજળ ગ્રહણ કરવા માટે સહમત કરી અમને નવજીવન પ્રદાન કર.”
શ્રેષ્ઠીપુત્ર દેઢધર્માએ રાજકુમારને સમજાવ્યો કે - “કર્મનિર્જરા-હેતુ તમે તમારા ભાવચારિત્રનું નિર્વહન-અશન-પાનાદિના ત્યાગથી તો અધિક સમય સુધી નહિ કરી શકો. અન્નજળ વગર તો શરીર થોડા જ સમયમાં વિનષ્ટ થઈ જશે. જો આપ આવશ્યક માત્રામાં અશન-પાનાદિ ગ્રહણ કરતા રહેશો તો ચિરકાળ સુધી સંયમનું પરિપાલન કરી કર્મ
૭૮ 9999999GC જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)