Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આવ્યા છો. આપ ખરાબ ન લગાડો તો આપને એક વાત પૂછું ? ચિરપાલિત પ્રવ્રજ્યાનો પરિત્યાગ કરવાનો જે વિચાર આપના મનમાંથી આવ્યો છે, શું એ વિષયમાં આપને કિંચિત્માત્ર પણ લજ્જાશરમનો અનુભવ નથી થતો ? જો શરમ અનુભવાતી હોય તો હવે આપ બ્રાહ્યરૂપથી ચિરકાળ સુધી પરિપાલિત શ્રમણાચારનું અંતર્મનથી પૂર્ણરૂપે પરિપાલન કરો. જે કુત્સિત વિચાર આપના મનમાં આવ્યા છે એમના માટે આચાર્ય સુસ્થિત પાસે જઈ પ્રાયશ્ચિત્ત કરો.” • નાગિલાનાં હિતપ્રદ અને બોધપૂર્ણ વચન સાંભળી ભવદેવના હૃદયપટલ ઉપર છવાયેલા મોહનાં ભારી વાદળ તત્પણ છિન્ન-ભિન્ન થઈ ગયાં અને એનું અજ્ઞાન તિમિરાચ્છન્ન અંતઃકરણ જ્ઞાનના દિવ્ય પ્રકાશથી આલોકિત થઈ ઊઠ્યું.
એણે નાગિલા પ્રત્યે હાર્દિક કૃતજ્ઞના પ્રગટ કરી અને ત્યાંથી પ્રસ્થાન કરી આચાર્ય સુસ્થિતની પાસે પહોંચીને પોતાના દોષો માટે પ્રાયશ્ચિત્ત કરી કઠોર તપશ્ચરણમાં નિરત થઈ ગયા. અનેક વર્ષો સુધી શ્રમણધર્મનું પાલન કર્યા પછી સમાધિપૂર્વક કાળ કરીને સૌધર્મેન્દ્રના સમાન દેવ થયા. આ તરફ નાગિલા પણ પોતાની ગુણીની પાસે દીક્ષિત થઈ સંયમધર્મની સાધના કરતા-કરતા દેવગતિની અધિકારિણી બની.
(સાગરદત્ત અને શિવકુમાર) સૌધર્મ દેવલોકની આયુ પૂર્ણ થવા પર ભવદત્તનો જીવ ત્યાંથી ચુત થઈને મહાવિદેહક્ષેત્રની પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીના ચક્રવર્તી સમ્રાટ વજદત્તની મહારાણી યશોધરાના ગર્ભમાં આવ્યો. ગર્ભકાળ પૂર્ણ થતા મહારાણીએ અત્યંત મનોહર અને શુભલક્ષણસંપન્ન પુત્રને જન્મ આપ્યો. ગર્ભકાળમાં સાગર-સ્નાનઃ દોહદ(તીવ્ર ઇચ્છા)ના કારણે માતા-પિતાએ પુત્રનું નામ સાગરદત્ત રાખ્યું. યુવાન થવા પર રાજકુમાર સાગરદત્તનું અનેક સર્વાંગસુંદર કુલીન કન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવવામાં આવ્યું.
એક દિવસે શરદઋતુમાં રાજકુમાર સાગર પોતાની પત્નીઓ સાથે પ્રાસાદ(મહેલ)ના ઝરૂખામાં બેસીને પ્રાકૃતિક છટાઓનું નિરીક્ષણ કરી રહ્યો હતો, એ જ સમયે સમસ્ત અંબરસઘન કાળી ઘનઘટાઓથી ભરાઈ | ૦૬ 9999999999639 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)