Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ભવદેવ : “શ્રાવિકે ! હું નાગિલાને એક વાર મારી આ આંખોથી જોવા માંગુ છું.”
શ્રાવિકા : “અશુચિના ભાજન એના શરીરને જોવાથી મહામુને ! આપનું કયું પ્રયોજન સિદ્ધ થવાનું છે ? મને આપે જોઈ જ લીધી છે. મારામાં અને એનામાં કોઈ અંતર નથી. જે નાગિલા છે, તે જ હું છે અને જે હું છું એ જ નાગિલા છે.’
ભવદેવ : “તો સાચું કહો શ્રાવિકે ! શું તમે જ નાગિલા છો ?” શ્રાવિકા : “ભંતે ! હું જ છું એ અખંડ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાવાળી અને રુધિર, માંસ, મજ્જા અને અશુચિથી પરિપૂર્ણ નાગિલા.”
ભવદેવ શ્રાવિકા નાગિલાની તરફ નિર્નિમેષ દૃષ્ટિથી જોતા-જોતા ચિત્રવત્ જેવો મૌન ઊભો રહ્યો. અંતે નાગિલા શ્રાવિકાએ કહ્યું : “મહાત્મન્ ! આ જીવન જળબિંદુ સમાન ક્ષણ-વિધ્વંસી છે. જો આપ શ્રમણધર્મથી વિચલિત થઈ ગયા તો સંસારમાં અનંતકાળ સુધી રિભ્રમણ કરતા રહેશો. અતઃ હજી પણ સંભાળો. પોતાના ગુરુની પાસે પાછા વળો અને પ્રાયશ્ચિત્ત લઈ પાંચ મહાવ્રતોનું પૂર્ણ રીતે પાલન કરો. તપ અને સંયમથી આપ અંતતોગત્વા સમસ્ત કર્મોનો ક્ષય કરી અવશ્ય જ અક્ષય, અવ્યાબાધ, અનંત શિવસુખ પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો.’’
બરાબર એ જ સમયે નાગિલાની સાથે આવેલી બ્રાહ્મણીનો પુત્ર ત્યાં આવ્યો અને એને કોઈક કારણસર વમન (ઊલટી) થઈ. થોડા જ સમય પહેલાં ખાધેલી ખીર બાળકના મોઢામાંથી બહાર આવી પડી. આ જોઈ બ્રાહ્મણીએ પોતાના પુત્રને કહ્યું : “આ ખીર ઘણી જ સ્વાદિષ્ટ અને મીઠી છે, અતઃ આ વમન થઈ ગયેલી ખીરને તું પુનઃ ખાઈ લે.”
બ્રાહ્મણીની વાત સાંભળી મુનિ ભવદેવે કહ્યું : “ધર્મશીલે ! તું બાળકને આ શું કહી રહી છે ? વમન કરેલી વસ્તુને ખાનાર વ્યક્તિ તો અત્યંત નિકૃષ્ટ અને ઘૃણાપાત્ર હોય છે.”
આનાથી નાગિલાએ મુનિને સંબોધિત કરતા કહ્યું કે - “મહાત્મન્! આપ આપના અંતર્મનને ટકોરી જુઓ કે ક્યાંક આપ પણ વિમત ભોગી તો નથી બનવા જઈ રહ્યા ? કારણ કે એકવાર પરિત્યક્ત મારા આ માંસ, મજ્જા, અસ્થિ વગેરેથી બનેલા શરીરમાં આસક્ત થઈ આપ અહીં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭ ૦૫