Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જબૂકુમાર આ અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રના અંતિમ કેવળી અને ચરમશરીરી મુક્તિગામી હશે. એમના મોક્ષગમન પછી ભરતક્ષેત્રમાંથી આ અવસર્પિણીકાળમાં બીજું કોઈ મુક્ત નહિ થાય.” ત્રિકાળદર્શી તીર્થકર ભ. મહાવીરના મુખેથી વિદ્યુમ્માલીના પૂર્વ અને ભાવિભવ વૃત્તાંત સાંભળી સૌએ પ્રભુને નમન કર્યું અને પોતપોતાનાં સ્થાન તરફ સૌ પાછાં ફર્યા.
(આર્ય જનૂનાં માતા-પિતા) મગધમાં ધર્મનિષ્ઠ, ન્યાયપ્રિય અને લોકપ્રિય નરેશ શ્રેણિકનું શાસન હતું. મગધની રાજધાની રાજગૃહમાં ઋષભદત્ત નામક અતિ સમૃદ્ધ શ્રેષ્ઠી રહેતા હતા. એમની પાસે પૂર્વપુરુષો દ્વારા ન્યાયથી ઉપાર્જિત વિપુલ સંપત્તિ હતી. તે ઘણા દયાળુ, દઢપ્રતિજ્ઞ, દાનશીલ, દક્ષ, વિનયી અને વિદ્વાન હતા. એમની પત્ની ધારિણી વિશુદ્ધ શીલાલંકારથી અલંકૃત અને નિર્મળ સ્વભાવવાળી હતી. શ્રેષ્ઠી ઋષભદત્ત અને એમની પત્ની ધારિણીનો જિનશાસન પ્રત્યે ઘણો અનુરાગ હતો. બધી દૃષ્ટિઓથી સંપન્ન હોવા છતાં પણ સંતતિના અભાવથી બંને હંમેશાં ચિંતિત રહેતાં હતાં. ધારિણીને નિઃસંતાન હોવાનું વિશેષ દુઃખ હતું. જે દિવસોમાં ધારિણી અહર્નિશ આ પ્રકારની ચિંતામાં ઘોળાઈ રહી હતી, એ જ દિવસોમાં એક સમયે ભ. મહાવીરના પંચમ ગણધર આર્ય સુધર્માનું વૈભારગિરિ પર પદાર્પણ થયું. લોકો દર્શનાર્થે ઊમટી પડ્યા. શ્રેષ્ઠી ઋષભદત્ત પણ પોતાની પત્ની ધારિણીની સાથે સુધર્માના દર્શનાર્થે વૈભારગિરિ તરફ પ્રસ્થિત થયા. માર્ગમાં એમને જસમિત્ર નામક એક નિમિત્તજ્ઞ શ્રાવક મળ્યા, જે ઋષભદત્તના પરમ મિત્ર હતા.
ધારિણી દ્વારા સંતાનપ્રાપ્તિ સંબંધી પ્રશ્ન પૂછવા પર નિમિત્તજ્ઞા જસમિત્રએ કહ્યું કે – “હવે તમારો મનોરથ સફળ થવાનો છે. તમારા કૂખેથી એક મહાન પ્રતાપી પુત્રનો જન્મ થશે, જે આપણા આ ભરતક્ષેત્રનો અંતિમ કેવળી હશે. તમારા આ કાર્યમાં એક નાનો અમથો અંતરાય અવશ્ય છે, જે કોઈ દેવતાની આરાધનાથી દૂર થઈ શકે છે.”
જસમિત્ર દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી સાંભળી ધારિણીનો મનમયૂર નાચી ઊઠ્યો. તે જસમિત્ર સાથે વાતો કરતા-કરતા ઋષભદત્તની સાથે ઉપવનમાં ત્યાં પહોંચી ગઈ જ્યાં સુધર્મા સ્વામી વિરાજમાન હતા. બધાએ સુધર્મા સ્વામીને ભક્તિપૂર્વક વંદન-નમસ્કાર કર્યા પછી યથાસ્થાને બેસી સુધમાં સ્વામીનો ઉપદેશ સાંભળવા લાગ્યાં. ૮૦ 9696969696969696969] જેન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨)