Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ત્યાગમાર્ગે ચાલી નીકળ્યા. બધા શ્રમણોના મુખેથી સહજ જ નીકળી પડ્યું : “આર્ય ભવદત્ત જે કહ્યું તે જ કરી બતાવ્યું.”
કાલાન્તરે મુનિ ભવદત્તે અનશનપૂર્વક સમાધિની સાથે નશ્વર દેહનો ત્યાગ કર્યો અને તેઓ સૌધર્મેન્દ્રના સમાન દેવ બન્યા.
આ તરફ ભવદેવ દીક્ષિત થઈ જવા છતાં પણ સદા પોતાની પત્નીનું જ ચિંતન કર્યા કરતા હતા. તે બહિરંગ-રૂપથી તો શ્રમણાચારનું પાલન કરી રહ્યો હતો, પરંતુ આત્યંતરમાં સદા એની પ્રાણપ્રિયા પત્ની જ વસતી હતી. તે અહર્નિશ મનોમન પોતાની પત્ની સંબંધમાં જ વિચારતો રહેતો હતો.
ભવદત્તના સ્વર્ગગમન પછી ભવદેવના મનમાં નાગિલાને જોવાની ઘણી તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ. તે પાળના તૂટવાથી બંધમાં રોકેલા પાણીની જેમ ઘણા વેગથી, સ્થવિરોની આજ્ઞા લીધા વિના જ પોતાના ગામ સુગ્રામની તરફ ચાલી નીકળ્યો. ગામની પાસે પહોંચીને તે એક ચૈત્યની પાસે વિશ્રામ-હેતુ બેસી ગયો.
થોડી જ વારમાં એક સંભ્રાના ઘરની મહિલા એક બ્રાહ્મણીને સાથે લઈને ત્યાં પહોંચી. એણે ભવદેવ મુનિને વંદન-નમસ્કાર કર્યા. મુનિ ભવદેવે એ મહિલાને પૂછ્યું : “શ્રાવિકે ! શું આર્જવ રાષ્ટ્રકૂટ અને એની પત્ની રેવતી જીવંત છે.”
એ મહિલાએ ઉત્તર આવ્યો : “મુનિવર ! એ બંનેને તો ઈહલીલા સમાપ્ત કર્યાને ઘણો સમય વીતી ચૂક્યો છે.”
આ સાંભળતાં જ મુનિના મુખમંડળ ઉપર શોકની કાળી છાયા છવાઈ ગઈ. કેટલીક ક્ષણ મૌન અને વિચારમગ્ન રહેવા પછી એમણે થોડું અચકાઈને પુનઃ પ્રશ્ન કર્યો : “ધર્મનિષ્ઠ ! શું ભવદેવની પત્ની નાગિલા જીવંત છે ?”
આ પ્રશ્નને સાંભળીને મહિલા ચોંકી ગઈ. એણે સાશ્ચર્ય મુનિના મુખની તરફ જોતા અનુમાન લગાવ્યું કે - “ઘણો ખરો સંભવ છે કે આ ભવદેવ જ હોય.”
એ મહિલાએ પ્રશ્ન કર્યો : “આપ આર્ય ભવદેવને શી રીતે જાણો છો અને અહીં એકાકી કયા કાર્યથી આવ્યા છો?” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 969696969696969696969 ૦૩ |