Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
લગ્ન નાગદત્ત અને વાસુકિની કન્યા નાગિલાની સાથે સંપન્ન થયાં હતાં. પોતાની સખી-બહેનપણીઓની વચ્ચે બેઠેલી નવવધૂ નાગિલાને જે સમયે ભવદેવ શૃંગાર-અલંકારો આદિથી અલંકૃત કરી રહ્યો હતો, એ જ સમયે એને પોતાના અગ્રજ ભવદત્તના શુભાગમનના સમાચાર મળ્યા. તે તત્કાળ એમનાં દર્શન અને વંદન હેતુ ઊઠી ગયો.
ત્યાર બાદ ભવદેવ ઘણી શીઘ્રતાપૂર્વક પોતાના મોટા ભાઈ ભવદત્તની પાસે પહોંચ્યો અને એણે અસીમ હર્ષોલ્લાસથી ભાવ-વિભોર થઈ પોતાનું મસ્તક એમનાં ચરણોમાં રાખી દીધું. મુનિ ભવદત્તને વૃત (ઘી)થી ભરેલું પોતાનું એક પાત્ર ભવદેવના હાથોમાં મૂકી દીધું અને સાથી શ્રમણોની સાથે તે પોતાના આશ્રયસ્થળની તરફ જવા માંડ્યા. ભવદેવ અને અન્ય પરિજનો સહિત અનેક ગ્રામવાસી પણ મુનિઓને પહોંચાડવા હેતુ એમની પાછળપાછળ ચાલવા લાગ્યા. સાધુઓને થોડા અંતર સુધી પહોંચાડી પરિજન વળવા લાગ્યા અને ભવદેવને પણ વળવા કહ્યું: “ભાઈના કહેવા વગર હું કેવી રીતે જાઉં.” એવું વિચારી ભવદેવ લોકોની સાથે પાછા નહિ ગયા અને ભવદત્તની પાછળ-પાછળ આગળ વધતા જ ગયા. ગામથી પર્યાપ્ત અંતરે જતા રહેવા પછી એક ઉપાય ભવદેવના ધ્યાનમાં આવ્યો કે વાતચીતનો ક્રમ ચાલું કરવાથી સંભવ છે કે એના મોટા ભાઈ અને પાછા ફરવાનો કોઈ સંકેત કરે. .
આ પ્રમાણે અનેક વાતો ભવદેવે કહી, પણ ભવદત્તે “હા, હું જાણું છું,' આ વાક્યોના અતિરિક્ત બીજું કંઈ પણ ન કહ્યું. આ પ્રકારે વાતોવાતોમાં તેઓ પોતાના ગામની સીમાથી ઘણા આગળ વધી ગયા અને થોડા જ સમયમાં તેઓ આચાર્યશ્રીની સેવામાં પહોંચી ગયા. - વરરાજાના વેશમાં ભવદેવને જોઈને આચાર્ય સુસ્થિતે પૂછ્યું : “આ સૌમ્ય યુવક કેવી રીતે આવ્યો ?”
ભવદત્તે દઢતાપૂર્વક ઉત્તર આપ્યો: “પ્રજ્યા માટે !”
આચાર્યશ્રીએ ભવદેવની તરફ દૃષ્ટિ-નિક્ષેપ કરતા પૂછ્યું કે – “શું આ જ વાત છે ?” ક્યાંક મોટા ભાઈની અવહેલણા ન થઈ જાય, એ વિચારે ભવદેવે સ્વીકૃતિ - સૂચક મુદ્રામાં મસ્તક નમાવીને કહ્યું : “આ જ વાત છે, ભગવનું.”
આચાર્યદેવ દ્વારા ભવદેવને એ જ સમયે જૈન ભાગવતી દીક્ષા આપી દેવામાં આવી. કેટલીક ક્ષણો પહેલાં ભોગમાર્ગની તરફ ઊઠેલા ચરણ ( ૭૨ 239696969696969696969] જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)