Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આર્ય જa
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ પટ્ટધર આર્ય સુધર્માના નિર્વાણ બાદ એમના પ્રમુખ શિષ્ય આર્ય જમ્મુ ઈ.સ. પૂર્વ ૧૦૭ (વી. નિ. સં. ૨૦)મા ધર્મસંઘના દ્વિતીય આચાર્ય બન્યા.
ભગવાન મહાવીરના શાસનમાં આર્ય જબૂએક મહાન સમર્થ આચાર્ય થયા છે. ઉદ્દામ યૌવનમાં પોતાની સમક્ષ ભોગાથે પ્રસ્તુત અસીમ ભોગસામગ્રીને ઠોકર મારીને જખૂકુમારનું સ્વેચ્છાથી કંટાકર્ણ ત્યાગપથ પર આરૂઢ થવું પોતાની રીતે એક એવું અસાધારણ આશ્ચર્યજનક ઉદાહરણ છે, જે સંભવતઃ સંસારના ઈતિહાસમાં શોધવા છતાં પણ અન્યત્ર નહિ મળે. આર્ય જખ્ખું વર્તમાન અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રના અંતિમ કેવળી અને અંતિમ મુક્તિગામી માનવામાં આવ્યા છે.'
પોતાના નિર્વાણથી ૧૬ વર્ષ પૂર્વે એક સમયે ભ. મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ નામક ઉદ્યાન (બગીચા)માં પધારેલા હતા. ભગવાનની દિવ્ય દેશના સાંભળવા માટે અપાર જનસમૂહ પ્રભુના સમવસરણની તરફ ઊભટી પડ્યો હતો. મગધસમ્રાટ શ્રેણિક પણ પોતાના પરિજનપુરજન આદિ સાથે ભગવાનનાં દર્શન-વંદન અને ઉપદેશ-શ્રવણની ઉત્કંઠા લઈ પ્રભુની સેવામાં ઉપસ્થિત થયા. એ જ સમયે શ્રેણિકે દેવદુદુભિ સાંભળી અને દેવોના સંપાતને જોઈને આશ્ચર્યથી પ્રભુને એનું કારણ પૂછ્યું. પ્રભુએ કહ્યું : “રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાનોપલબ્ધિ થઈ ચૂકી છે.”
દેવોએ પંચ દિવ્ય વર્ષા કરી કેવળી પ્રસન્નચંદ્રનો કેવળ-જ્ઞાનોત્સવ ઉજવ્યો અને એની પછી તેઓ દર્શન-હેતુ પ્રભુના સમવસરણમાં આવ્યા. એ દેવોએ પ્રભુનાં પાદપક્વોમાં પ્રણામ કર્યા. એમનામાંથી વિદ્યુમ્માલી નામક દેવનું સૌંદર્ય અને શરીરની કાંતિ અન્ય બીજા દેવોથી અધિક તેજસ્વી, સૌમ્ય, નયનાભિશમ અને મનોહારી જોઈ મહારાજ શ્રેણિકે પ્રભુને પ્રશ્ન કર્યાઃ “પ્રભો ! બધા દેવોમાં અત્યાધિક તેજસ્વી આ કયા દેવ છે? એમણે કયા મહાન સુકૃતના પ્રભાવથી આવું અદ્ભુત ક્રાંતિમાન અને મનોહર સૌંદર્ય પ્રાપ્ત કર્યું છે?” : [ ૦૦ 90996969696969996જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)