Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
૨. દ્વિતીય શ્રુતસ્કંધના પંચચૂલાત્મક અને આગમોના રચનાકાળથી
પશ્ચાદ્દવર્તી કાળમાં સ્થવિરકૃત આચારાંગ માત્ર હોવા તથા પ્રથમ શ્રુતસ્કંધને જ મૂળ આચારાંગ માની માત્ર એની જ પદસંખ્યા ૧૮૦૦૦ હોવાની જે માન્યતા નિર્યુક્તિકાર આદિ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવી છે, તે આગમિક અને અન્ય કોઈ આધાર પર આધારિત
ન હોવાને કારણે નિરાધાર, કાલ્પનિક અને અમાન્ય છે. ૩. વર્તમાન કાળમાં આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધના સ્વરૂપ સંબંધમાં
જે આ માન્યતા પ્રાયઃ સર્વત્ર પ્રચલિત છે કે સંપૂર્ણ દ્વિતીય શ્રુતસ્કંધ ચાર ચૂલાઓમાં વિભક્ત છે, એ માન્યતા કોઈ શાસ્ત્ર દ્વારા સંમત ન હોવાને કારણે શાસ્ત્રીય માન્યતાની કોટિ (શ્રેણી)માં નથી આવતી. આચારાંગની એક પણ ચૂલા ન તો કદી પહેલાં હતી કે નથી આજે. આગમોના રચનાકાળથી લઈને નિશીથના છેદસૂત્રના રૂપમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવવા સુધી નવમ પૂર્વના તૃતીય વસ્તુના આચાર નામક વીસમો પ્રાભૃત સંભવતઃ આચારાંગની ચૂલિકાના રૂપમાં માનવામાં આવતો રહ્યો અને કાળાન્તરમાં આ પ્રાભૃતની નિશીથ છેદસૂરાના રૂપમાં પ્રતિષ્ઠાપનાની પશ્ચાત્ નિશીથને આચારાંગની ચૂલિકામાં ગણના થવા લાગી. આટલું થવા છતાં પણ ન તો ક્યારે ય આચાર પ્રાભૃતની પદસંખ્યા આચારાંગની પદસંખ્યામાં સંમિલિત માનવામાં આવી હતી અને ન તો કદી નિશીથની.
(આચારાંગનું સ્થાન અને મહત્ત્વ) આચારજીવનને સમુન્નત બનાવવાનું સાધન, સાધનાનો મૂળ આધાર અને મોક્ષનું સોપાન છે. અતઃ આચારાંગનું જૈન વાડ્મયમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આચારાંગમાં મોક્ષપ્રાપ્તિના બાધક અસનું અને મોક્ષપ્રાપ્તિમાં પરમ સહાયક સનું જ્ઞાન કરાવતા સમસ્ત હેયનો પરિત્યાગ અને ઉપાદેય(શ્રેષ્ઠ)નું આચરણ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ દૃષ્ટિથી આચારાંગના સર્વાધિક મહત્ત્વપૂર્ણ હોવાના કારણથી જ “સમવાયાંગ અને નંદી સૂત્ર'માં દ્વાદશાંગીનો પરિચય આપતા આને દ્વાદશાંગી ક્રમમાં સર્વપ્રથમ સ્થાને રાખવામાં આવ્યો છે. - આચારાંગને અંગોના ક્રમમાં પ્રથમ સ્થાન આપવાનું કારણ બતાવતા નિયુક્તિકારે લખ્યું છે કે – “આચારાંગમાં મોક્ષના ઉપાયોનું પ્રતિપાદન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 2969696969696969696969 ૫૯ ]