Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
૧. શસ્ત્રપરિજ્ઞા, ૨. લોકવિજય, ૩. શીતોષ્ણીય, ૪. સમ્યકત્વ, ૫. લોકસાર, ૬. ધૂત, ૭. મહાપરિજ્ઞા, ૮. વિમોક્ષ અને ૯. ઉપધાનશ્રુત.
નવ અધ્યયનાત્મક પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ પ્રકારના આચાર - જ્ઞાનઆચાર, દર્શનઆચાર, ચારિત્રઆચાર, તપઆચાર અને વીર્યઆચારનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ પ્રકારે “આચારંગ સૂત્ર'ના પ્રથમ શ્રુતસ્કંધમાં ૯ અધ્યયન અને નવે-નવ અધ્યયનના કુલ ૫૧ ઉદ્દેશક છે. મહાપરિજ્ઞા અધ્યયન અને એના સાતેય ઉદ્દેશકોના વિલુપ્ત થઈ જવાના કારણે વર્તમાનમાં પ્રથમ શ્રુતસ્કંધના ૮ અધ્યયન અને ૪૪ ઉદ્દેશક જ ઉપલબ્ધ છે.
આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં દાર્શનિક અને તાત્ત્વિક વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અતઃ એમાં સૂત્રશૈલી અપનાવવામાં આવી છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં સાધુના આચારના પ્રત્યેક પાસાને વ્યાખ્યાત્મક રીતે સમજાવવા આવશ્યક હતા, એટલા માટે એમાં સરળ, અને સુગમ વ્યાખ્યાશૈલીનો ઉપયોગ કરવામાં આવે છે.
આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં મહાપરિજ્ઞા નામક ૭માં અધ્યયનના લુપ્ત થઈ જવાના કારણે વર્તમાનમાં સંપૂર્ણ આચારાંગના માત્ર બે શ્રુતસ્કંધ, ૨૪ અધ્યયન અને ૭૮ ઉદ્દેશક જ ઉપલબ્ધ છે.
વિશ્વબંધુત્વની ભાવનાઓથી ઓતપ્રોત સાચા અને આદર્શ માનવીય સિદ્ધાંતોનું આમાં સજીવ વર્ણન હોવાને લીધે આચારાંગનું માત્ર દ્વાદશાંગી જ નહિ, પરંતુ સંસારનાં સમગ્ર ધર્મશાસ્ત્રોમાં પણ ઘણું ઉચ્ચ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
આચારાંગના બંને શ્રુતસ્કંધ ગણધરગ્રથિત છે કે નહિ એની પદસંખ્યા ૧૮૦૦૦ બતાવવામાં આવી છે, એ માત્ર પ્રથમ શ્રુતસ્કંધની જ છે કે નહિ, નિશીથ આદિ ચૂલિકાઓ બીજા શ્રુતસ્કંધની છે કે નહિ એ પ્રશ્નોના સંબંધમાં નિષ્કર્ષ આ પ્રમાણે છે : ૧. આચારાંગના બંને શ્રુતસ્કંધ દ્વાદશાંગીના રચનાકાળમાં ગણધરો
દ્વારા સર્વપ્રથમ ગ્રથિત કરવામાં આવ્યા હતા. આગમમાં જે આચારાંગના પદની સંખ્યા ૧૮૦૦૦ ઉલ્લેખિત છે, તે વસ્તુતઃ બંને શ્રુતસ્કંધો સહિત સંપૂર્ણ આચારાંગની છે, નહિ કે માત્ર
પ્રથમ શ્રુતસ્કંધની. [ ૫૮ 99696969696969696969ી જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)