Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
“સૂર્ય મે આઉસ તેણે ભગવયા એવમકખાય !” આ જ પ્રકારની શબ્દાવલીથી કરવામાં આવ્યું છે.
“અનુત્તરોપપાતિક સૂત્ર, જ્ઞાતાધર્મ કથા આદિના આરંભમાં હજી વધારે સ્પષ્ટ રૂપથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે - “તેણે કાલેણે તેણે સમએણે રાયગિહે નયરે, અજ્જ સુહમ્મસ્સ સમોસરણું.... પરિસા પડિગયા. મેરા
જબૂ જાવ પજુવાસઈ એવં પયાસી જઈë ભંતે સમણેણં જાવ સંપણે અમસ્સ અંગસ્સ અંતગડદસા ણે અયમટ્ટે પણQ, નવમસ્ત ણં ભતે | અંગસ્સ અણુત્તરોવવાદય સમeણે જાવ સંપત્તેણે કે અટ્ટે પણd all
તએણે સે સુહમે અણગારે જમ્બુ અણગાર એવં વયાસી - એવું ખલુ જબ્બ! સમએ જાવ સંપત્તેણં નવમસ્સ અંગસ્સ અણુતરોવવાય દસાણ તિષ્ણિ વગ્યા પણત્તા //૪” ”
આર્ય જમ્બુએ પોતાના ગુરુ આર્ય સુધર્મા પાસે સમયે-સમયે અનેક પ્રશ્ન પ્રસ્તુત કરી પૂછ્યું : “ભગવાન ! શ્રમણ ભગવાન મહાવીરે અમુક અંગ'નો કયો અર્થ બતાવ્યો છે?”
પોતાના શિષ્ય જગ્ગના પ્રશ્નના ઉત્તરમાં એ અંગોનો અર્થ બતાવવા આર્ય સુધર્મા કહે છે : “આયુષ્યમાનું જબ્બ ! અમુક અંગનો જે અર્થ ભગવાન મહાવીરે કહ્યો છે, તે મેં સ્વયં જાતે સાંભળ્યો છે. એ પ્રભુએ અમુક અંગના, અમુક અધ્યયનના, અમુક વર્ગના આ અર્થ જણાવ્યા છે.”
પોતાના શિષ્ય જબૂને આગમોનું જ્ઞાન કરાવવાની ઉપર વર્ણિત પરિપાટી અન્ય અનેક સૂત્રોમાં પણ પરિલક્ષિત થાય છે. “જ્ઞાતાધર્મ કથા'ના પ્રારંભિક પાઠથી પણ એ સિદ્ધ થાય છે કે વર્તમાનમાં ઉપલબ્ધ અંગ શાસ્ત્ર આર્ય સુધર્મા દ્વારા ગૂંથવામાં આવ્યા છે.
ઉપર લખેલાં પ્રમાણોથી એવુ નિર્વિવાદ રૂપે સિદ્ધ થઈ જાય છે કે અન્ય ગણધરોની સમાન આર્ય સુધર્માએ પણ ભ. મહાવીરની દેશના(બોધ)ના આધારે દ્વાદશાંગીની રચના કરી. અન્ય દશ ગણધર આર્ય સુધર્માને નિર્વાણથી પહેલાં જ પોતપોતાના ગણ એમને સોંપીને નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. અતઃ આર્ય સુધર્મા દ્વારા ગ્રંથિત દ્વાદશાંગી જ પ્રચલિત રહી અને વર્તમાનમાં જે એકાદશાંગી પ્રચલિત છે તે આર્ય સુધર્મા દ્વારા ગ્રંથિત છે. શેષ ગણધરો દ્વારા ગ્રંથિત દ્વાદશાંગી વીર નિર્વાણનાં થોડાક જ વર્ષો પછી વિલુપ્ત થઈ ગઈ.
પદ છ99999999963 જન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)