Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દૃષ્ટિમાં રાખી એના પ્રચાર-પ્રસાર કરવાની સાથે-સાથે અનુયાયી સમાજ પાસે એમની આજ્ઞાનું પાલન કરાવે છે; પરંતુ કેવળજ્ઞાની સ્વયં સમસ્ત ચરાચરના પૂર્ણજ્ઞાતા હોવાના લીધે જે કંઈ પણ આદેશ આપે છે, તે પોતાના જ્ઞાનના આધારે આપે છે, નહિ કે પોતાના પૂર્વવર્તી આચાર્યના ઉપદેશ, આદેશના આધારે.
આર્ય સુધર્મા સ્વામી પ્રભુના નિર્વાણના સમયે ચૌદ પૂર્વેના જ્ઞાતા હતા, કેવળી નહિ. અતઃ તેઓ એવું કહી શકતા હતા કે - “ભગવાને એવું જણાવ્યું છે અથવા ભગવાને જેવું જણાવ્યું છે, તેવું જ હું કહી રહ્યો છું.' પરંતુ ઇન્દ્રભૂતિ ગૌતમ ભ. મહાવીરની નિર્વાણરાત્રિના અવસાનથી જ સકળ ચરાચરના જ્ઞાતા પૂર્ણ કેવળી બની ચૂક્યા હતા. આવી સ્થિતિમાં તેઓ એવું નથી કહી શકતા કે - “ભગવાન મહાવીરે જે કહ્યું છે, એ જ હું કહું છું.” કેવળી હોવાના કારણે તેઓ તો એમ જ કહે છે – “હું આવું જોઉં છું, હું આવું કહું છું.”
આવી સ્થિતિમાં તીર્થકર ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત શ્રત પરંપરાને અવિચ્છિન્ન રૂપમાં યથાવત્ રાખવાની દૃષ્ટિથી ઇન્દ્રભૂતિ ગૌતમને ભ. મહાવીરના ઉત્તરાધિકારી ન બનાવવામાં આવતા આર્ય સુધર્માને જ પ્રથમ પટ્ટધર નિયુક્ત કરવામાં આવ્યા.
(ઉપલબ્ધ એકાદશાંગી આર્ય સુધર્માની વાચના) આજે જે એકાદશાંગી ઉપલબ્ધ છે, તે આર્ય સુધર્માની વાચના છે. આ તથ્યની પુષ્ટિ કરનારાં અનેક પ્રમાણ આગમોમાં ઉપલબ્ધ છે, એમનામાંથી કેટલાંક પ્રમાણ અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યાં છે :
“આચારાંગ સૂત્ર'ના ઉદ્ઘોષાત્મક પ્રથમ વાક્યમાં - “સૂર્ય મે આઉસ તેણે ભગવયા એવમખાય' - અર્થાત્ હે આયુષ્યમાન (જબૂ) મેં એવું સાંભળ્યું છે, એ ભગવાન મહાવીરે આ પ્રકારે કહ્યું છે. આ વાક્યરચનાથી એ બિલકુલ સ્પષ્ટ છે કે - “આ વાક્યનું ઉચ્ચારણ કરવાવાળા ગુરુ પોતાના શિષ્યને એ જ કહી રહ્યા છે કે સ્વયં એમણે ભ. મહાવીરના મુખારવિંદથી સાંભળ્યું હતું.” | ‘આચારાંગ સૂત્ર'ની જ જેમ “સમવાયાંગ, સ્થાનાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' આદિ અંગસૂત્રોમાં તથા ઉત્તરાધ્યયન, દશવૈકાલિક' આદિ “અંગબાહ્ય શ્રતોમાં પણ આર્ય સુધર્મા દ્વારા વિવેચ્ય વિષયનું નિરૂપણ - જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 પપ |