Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રભુ મહાવીરની પશ્ચાત્ એમના પ્રથમ પટ્ટધરના રૂપમાં ૨૦ વર્ષ સુધી સંઘાધિનાયક રહીને સંઘનું સંચાલન કર્યું. વિ. નિ. સં. ૧૨માં ઇન્દ્રભૂતિ ગૌતમના નિર્વાણ પછી એમણે ચાર ઘાતીકમ - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ પ્રકારનાં પાપકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૯ વર્ષ સુધી કેવળીના રૂપમાં રહ્યા. અંતે વી. નિ. સં. ૨૦ના અંતિમ ચરણમાં ઈ.સ.થી ૫૦૦ વર્ષ પૂર્વે રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં એક માસના પાદોપગમન સંથારાથી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી જીવનના ચરમ ને પરમ લક્ષ્યનિર્વાણ પ્રાપ્ત કર્યું. (સુધમાં સ્વામી જ ભ. મહાવીરના ઉત્તરાધિકારી શા માટે ?)
ઈ.સ.થી પર૭ વર્ષ પૂર્વે કારતક કૃષ્ણ અમાવસ્યાની રાત્રિમાં ભ. મહાવીરનું નિર્વાણ થયું. ભગવાનના નિર્વાણ પછી એ જ રાત્રે ઇન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ. બીજા જ દિવસે કારતક શુક્લ પ્રતિપદાના દિવસે આર્ય સુધર્માને ભ. મહાવીરના પ્રથમ પટ્ટધરના રૂપમાં ધર્મસંઘના અધિનાયક આચાર્ય નિયુક્ત કરવામાં આવ્યા. આ નિયુક્તિના ત્રણ પ્રમુખ કારણ રહ્યાં : ૧. તીર્થકર ભગવાન મહાવીરે પોતાના નિર્વાણથી લગભગ ૩૦ વર્ષ
પૂર્વે તીર્થ સ્થાપનાના દિવસે જ આર્ય સુધર્માને દીર્ધાયુ અને યોગ્ય જાણીને ગણની અનુજ્ઞા આપી હતી. આ વાતથી ચતુર્વિધ સંઘ સારી
રીતે પરિચિત હતો. ૨. ચતુર્વિધ તીર્થને એ પણ વિદિત હતું કે ભગવાન મહાવીરની વિદ્યમાન
તામાં જ અગ્નિભૂતિ વગેરે ૯ કેવળજ્ઞાની ગણધરોએ નિર્વાણ પ્રાપ્ત કર્યું. એમણે પોત-પોતાનાં નિર્વાણથી એક મહિના પહેલાં જ આર્ય સુધર્માને ગણનાયક તેમજ દીર્ધાયુષ્યમાન જાણીને પોત
પોતાના ગણ સોપી દીધા હતા. ૩. આ બંને સર્વવિદિત તથ્યો સિવાય ભ. મહાવીરના નિર્વાણ બાદ
ભગવાનના પટ્ટધર બનવાની બધી રીતે યોગ્યત્તમ અધિકારી જયેષ્ઠ અને શ્રેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને થોડા જ સમય પછી એ જ રાત્રિમાં કેવળજ્ઞાનની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હતી. અતઃ તે ભગવાનના ઉત્તરાધિકારી બની શકતા ન હતા. કારણ કે ઉત્તરાધિકારી પોતાના પૂર્વવર્તીના અધિકારને આગળ ચલાવનારો હોય છે. પટ્ટધર
પોત-પોતાના પૂર્વવર્તી આચાર્યના આદેશ, ઉપદેશ અને સિદ્ધાંતોને [૫૪ છ 9999636999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)