Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
'આર્ય સામી આર્ય સુધર્મા સ્વામીનો જન્મ ઈ.સ. ૬૦૦ વર્ષ પૂર્વ, વિદેહ પ્રદેશના કોલ્લાગ નામના ગામમાં ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયો. એમના પિતાનું નામ ધર્મિલ્લ અને માતાનું નામ ભદ્રિલા હતું. અગ્નિ વૈશ્યાયન-ગોત્રીય બ્રાહ્મણ આર્ય ધમ્મિલ્લ વેદ-વેદાંગના લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન હતા. સુધર્માએ પોતાના વિદ્યાર્થીજીવનમાં ચાર વેદો (ઋવેદ, સામદેવ, યર્જુવેદ અને અથર્વવેદ), છ વેદાંગો (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જ્યોતિષ), ચાર ઉપાંગ (મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણ) આ ચૌદ વિદ્યાઓનો સમ્યક રૂપથી અભ્યાસ કર્યો. પારિગામી વિદ્વાન બન્યા પછી એમણે અધ્યાપનકાર્યનો પ્રારંભ કર્યો. ૫૦૦ વિદ્યાર્થી હંમેશાં એમની સેવામાં રહીને એમની પાસે વિદ્યાધ્યયન કરતા હતા. આ તથ્ય એ વાતનું દ્યોતક છે કે તેઓ પ્રકાંડ પંડિત હોવાની સાથે-સાથે પર્યાપ્ત રૂપે સાધનસંપન્ન પણ હતા.
સકળ શાસ્ત્રના પારગામી (જાણકાર) હોવા છતાં પણ એમને એમની વિશાળ જ્ઞાનરાશિમાં એક પ્રકારની ન્યૂનતા, અપૂર્ણતા અને રિક્તતાનો અનુભવ થતો હતો. તેઓ સત્યની ગવેષણામાં સતત પ્રયત્નશીલ હતા.
જ્યારે એમને ભગવાન મહાવીરના પ્રથમ દર્શન થયાં તો એમના માનસ(મન)માં આશાની કિરણ પ્રફુરિત થઈ અને એમને એવો અનુભવ થયો કે એમની એ રિક્તતા, અપૂર્ણતા ભગવાન મહાવીર દ્વારા અવશ્ય જ પૂર્ણ કરવામાં આવશે.
આર્ય સુધર્માએ જ્યારે એ સાંભળ્યું કે - “ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ અને આર્ય વ્યક્ત જેવા ઉચ્ચકોટિના વિદ્વાન પોત-પોતાના મનની શંકાઓનું સમાધાન મેળવી ભગવાન મહાવીરની પાસે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા છે.” તો એમના મનમાં પણ ઉત્કટ અભિલાષા ઉત્પન્ન થઈ કે - “તો પછી હું પણ સર્વજ્ઞ પ્રભુ મહાવીર પાસે પોતાના મનમાં ચિરકાળથી સંચિત નિગૂઢ શંકાનું સમાધાન શા માટે ન મેળવું! તેઓ તત્કાળ પોતાના ૫૦૦ શિષ્યોની સાથે પ્રભુ સમક્ષ સમવસરણમાં પહોંચ્યા. એમણે શ્રદ્ધા સહિત પ્રભુનાં ચરણોમાં પ્રણામ કર્યા.
ભગવાન મહાવીરે નામ-ગોત્રોચ્ચારણપૂર્વક આર્ય સુધર્માને સંબોધિત કરતા કહ્યું : “આર્ય સુધર્મન્ ! તારા મનમાં એવી શંકા છે કે - પ્રત્યેક જીવ વર્તમાન ભવમાં મનુષ્ય, તિર્યચ(મનુષ્ય સિવાયનાં પ્રાણી) [ પર 23026969696969696907ન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૨)