Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જ્ઞાની સૂત્રકારે કેટલીક ભાવિ ઘટનાઓની સૂચના બહુ પહેલાં આપી દીધી હોય, તો એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. જેમ સ્થાનાંગના નવમા સ્થાનમાં આગામી ઉત્સર્પિણીકાળના ભાવિ તીર્થકર મહાપદ્મનું ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે. બીજી વિચારણીય વાત એ છે કે શ્રુતિપરંપરાથી ચાલતો આવી રહેલો આગમપાઠ સ્કંદિલાચાર્ય અને દેવદ્ધિગણી દ્વારા આગમ-વાચનામાં સ્થિત કરવામાં આવ્યો શક્ય છે. એ સ્થિરીકરણના સમયે મૂળ ભાવોને યથાવત્ સુરક્ષિત રાખવા છતાં પણ એમાં પ્રસંગોચિત સમજીને કેટલાક આવશ્યક પાઠ વધારવામાં આવ્યા હોય. • સ્થાનાંગમાં ૧ થી ૧૦ સ્થાનોનું ક્રમશઃ વિવરણ આપવામાં આવ્યું છે. વિષયની ગંભીરતા અને નયજ્ઞાનની દૃષ્ટિથી સ્થાનાંગ સૂત્રની ઘણી મોટી મહત્તા માનવામાં આવી છે, એમાં જે કોષ-શૈલી અપનાવવામાં આવી છે, એ ઘણી જ ઉપયોગી અને વિચારપૂર્ણ છે. એના ગંભીર ભાવોને સમજવાવાળાને શ્રુતસ્થવિર માનવામાં આવ્યો છે.
(૪. સમવાયાંગ) દ્વાદશાંગીના ક્રમમાં સમવાયાંગનું ચોથું સ્થાન છે, આમાં ૧ શ્રુતસ્કંધ, ૧ અધ્યયન, ૧ ઉદ્દેશનકાળ, ૧ જ સમુદેશનકાળ અને ૧,૪૪,૦૦૦ પદ છે. વર્તમાનમાં ઉપલબ્ધ પાઠ ૧૬૬૭ શ્લોક-પરિમાણ છે. આમાં સંખ્યાક્રમથી સંગ્રહની પ્રણાલીના માધ્યમથી પૃથ્વી, આકાશ અને પાતાળ આ ત્રણેય લોકોના જીવાદિ સમસ્ત તત્ત્વોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિથી સંખ્યા એકથી લઈને કોટાનકોટિ સંખ્યા સુધી ઘણો મહત્ત્વપૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. આમાં આધ્યાત્મિક તત્ત્વો. તીર્થકરો, ગણધરો, ચક્રવર્તીઓ અને વાસુદેવોથી સંબંધિત ઉલ્લેખોની સાથે-સાથે ભૂગર્ભ, ભૂગોળ, ખગોળ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર અને તારા વગેરે સંબંધમાં ઘણી જ ઉપયોગી સામગ્રી પ્રસ્તુત કરવામાં આવી છે.
સમવાયાંગમાં દ્રવ્યની અપેક્ષા જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ આદિ ક્ષેત્રોની અપેક્ષાથી દેવો, મનુષ્યો, તિર્યંચો અને નારક આદિ જીવોની સ્થિતિ કાળની અપેક્ષા પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલ પરાવર્તન આદિનો તથા ભાવની અપેક્ષાએ જ્ઞાન, દર્શન, વીર્ય આદિ જીવ-ભાવ અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ગુરુ-લથુઆદિ અજીવભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. દર 9999999999£9) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)|