Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કરવામાં આવ્યું છે અને એ જ પ્રવચનસાર છે, માટે જ એને દ્વાદશાંગીના ક્રમમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.'
અનંત અતીતમાં જેટલા પણ તીર્થકર થયા છે, એ બધાયે સર્વપ્રથમ આચારાંગનો જ ઉપદેશ આપ્યો. વર્તમાન કાળમાં તીર્થકર જે મહાવિદેહ ક્ષેત્રમાં વિરાજમાન છે, તેઓ પણ સર્વપ્રથમ આચારાંગનો જ ઉપદેશ આપે છે અને અનાગત અનંતકાળમાં જેટલા પણ તીર્થકર થવાના છે. તેઓ પણ સર્વપ્રથમ આચારાંગનો જ ઉપદેશ આપશે, તદન્તર શેષ ૧૧ અંગોનો ગણધર પણ આ જ પરિપાટીનું અનુસરણ કરતાકરતા આ અનુક્રમથી દ્વાદશાંગીને ગ્રથિત કરે છે. એનાથી આચારાંગની સર્વાધિક મહત્તા પ્રગટ થાય છે.
આચારાંગ સૂત્રના વિશિષ્ટ જ્ઞાતા મુનિને જ ઉપાધ્યાય અને આચાર્યપદના યોગ્ય માનવામાં આવે. આ પ્રકારના અનેક ઉલ્લેખ આગમ સાહિત્યમાં ઉપલબ્ધ હોય છે. આચારાંગનું સૌપ્રથમ અધ્યયન કરવું સાધુ-સાધ્વીઓ માટે અનિવાર્ય કરવાની સાથે-સાથે એ પ્રકારનું પણ વિધાન કરવામાં આવ્યું હતું કે - “જો કોઈ સાધુ અથવા સાધ્વી, આચારાંગનું સમ્યક્ (સારી રીતે) રૂપે અધ્યયન કરવા પહેલાં જ અન્ય આગમોનું અધ્યયન-અનુશીલન કરે છે, તો તે લઘુ ચાતુર્માસ પ્રાયશ્ચિત્તનો અધિકારી બની જાય છે. એટલું જ નહિ, આચારાંગનું અધ્યયન અને જ્ઞાન પ્રાપ્ત ન કરનારા સાધુને કોઈ પણ પ્રકારનું પદ આપવામાં આવતું ન હતું. આ તથ્યોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે દ્વાદશાંગીમાં આચારાંગનું સ્થાન કેટલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
( ૨. સૂત્રકૃતાંગ ) દ્વાદશાંગીના ક્રમમાં સૂત્રકૃતાંગનું બીજું સ્થાન છે. સમવાયાંગમાં આચારાંગની પશ્ચાતું સૂત્રકૃતાંગનો પરિચય આપતા કહેવામાં આવ્યું છે કે – “એમાં સ્વમત, પરમત, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ આદિ તત્ત્વોનું નિરૂપણ અને નવા દીક્ષિતો માટે હિતકર ઉપદેશ છે. આમાં ૧૮૦ ક્રિયાવાદી મતો, ૮૪ અક્રિયાવાદી મતો, ૬૭ અજ્ઞાનવાદી મતો અને ૩૨ વિનયવાદી મતો - આ પ્રકારે કુળ મળીને ૩૬૩ અન્ય મતો ઉપર ચર્ચા કરવામાં આવી છે. આ બધાની | ૬૦ 96969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)