Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સમીક્ષાની પશ્ચાત્ એવું કહેવામાં આવ્યું છે કે - ‘અહિંસા જ ધર્મનું મૂળ સ્વરૂપ અને.શ્રેષ્ઠ તત્ત્વ છે.’
સૂત્રકૃતાંગના બે શ્રુતસ્કંધ છે. એના પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અને બીજા શ્રુતસ્કંધમાં ૭ - આ રીતે કુલ ૨૩ અધ્યયન, ૩૩ ઉદ્દેશનકાળ, ૩૩ સમુદ્દેશનકાળ તથા ૩૬૦૦૦ પદ છે.
૨૩ અધ્યયન પછી ઇન્દ્રભૂતિ ગૌતમની સાથે પાર્શ્વપત્ય પેઢાલપુત્ર સંવાદ અને ગૌતમ પાસે પ્રતિબોધ મેળવી પેઢાલપુત્ર દ્વારા ભગવાન મહાવીરની પાસે ચાતુર્યાસ ધર્મનો પરિત્યાગ કરી પંચ મહાવ્રત ધર્મ સ્વીકાર કરવાનો ઉલ્લેખ છે. આ આગમ પ્રત્યેક સાધક માટે દાર્શનિક જ્ઞાનની પ્રાપ્તિમાં ઘણો પથપ્રદર્શક છે. મુનિઓ માટે એનું અધ્યયન, ચિંતન, મનન અને નિદિધ્યાસન પરમ આવશ્યક છે.
સૂત્રકૃતાંગમાં ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંતોને જીવનમાં ઢાળવા, વિનયને પ્રધાન ભૂષણ માની આદર્શ શ્રમણાચારનું પાલન કરવું વગેરેની ઘણી પ્રભાવપૂર્ણ રૂપથી પ્રેરણા આપવામાં આવી છે. દાર્શનિક દૃષ્ટિથી આ આગમ તે સમયની ચિંતન-પ્રણાલીનું ઘણું જ મનોહારી દિગ્દર્શન પ્રસ્તુત કરે છે. આમાં આપવામાં આવેલ અધ્યાત્મ વિષયક સુંદર ઉદાહરણપૂર્ણ વિવેચનોથી ભારતીય જીવન, દર્શન અને તત્ત્વજ્ઞાનનો વ્યાપક બોધ થઈ જાય છે.
૩. સ્થાનાંગ
દ્વાદશાંગીમાં સ્થાનાંગનું ત્રીજું સ્થાન છે. એમાં સ્વ-સમય, પરસમય, સ્વપર-ઉભય સમય, જીવ-અજીવ, લોક-અલોકની સ્થાપના કરવામાં આવી છે. આમાં ૧ શ્રુતસ્કંધ, ૧૦ અધ્યયન, ૨૧ ઉદ્દેશન કાળ, ૨૧ સમુદ્દેશનકાળ, ૭૨૦૦૦ પદ છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રના પાઠ ૩૭૦૦ શ્લોક પરિમાણ છે.
પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછી બીજીથી છઠ્ઠી શતાબ્દી સુધીના અવાંતર-કાળની કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આધારે એવી માન્યતા બનાવી લેવી કે સ્થાનાંગ સૂત્રની રચના ગણધરે નહિ, પરંતુ કોઈ પશ્ચાત્વર્તી આચાર્યએ કરી છે - ન્યાયોચિત્ નથી. આ સંબંધમાં બે વાતો વિચારણીય છે - પ્રથમ તો એ કે અતિશય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ઊ ૩૭ ૬૧