Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સાથે ઉત્પાદ (ઉપ્પોઇવા), વ્યય (વિગમેઇવા) અને ધ્રૌવ્ય (વેઇવા) - આ ત્રિપદીનો ઉપદેશ આપી એમને સંસારનાં સમસ્ત તત્ત્વોને ઉત્પન્ન, નષ્ટ અને સ્થિર રહેવાના સ્વભાવ તથા સ્વરૂપનું સમ્યક્રૂપે સંપૂર્ણ જ્ઞાન કરાવ્યું.
ત્રિપદીનો સારરૂપમાં અર્થ બતાવતા ભગવાન મહાવીરે જણાવ્યું : ઉત્પાદ : કોઈ દ્રવ્ય દ્વારા પોતાના મૂળ સ્વરૂપનો પરિત્યાગ કર્યા વિના બીજા રૂપાંતરણને ગ્રહણ કરવું એ દ્રવ્યનો ‘ઉત્પાદ’ સ્વભાવ કહેવાય છે.
વ્યય : કોઈ દ્રવ્ય દ્વારા રૂપાંતર કરતી વખતે સમય પૂર્વભાવ-પૂર્વાવસ્થાનો પરિત્યાગ કરવો દ્રવ્યનો ‘વ્યય’ સ્વભાવ કહેવામાં આવ્યો છે.
ધ્રૌવ્ય : ઉત્પાદ અને વ્યય સ્વભાવની પરિસ્થિતિઓમાં પણ પદાર્થનું પોતાના મૂળ ગુણધર્મ અને સ્વભાવમાં બની રહેવું એ દ્રવ્યનું ધ્રૌવ્ય’ સ્વભાવ કહેવાય છે.
ઉદાહરણરૂપે સ્વર્ણનો એક પિંડ છે. એ સ્વર્ણપિંડ ગાળીને એનાથી કંકણનું નિર્માણ કરવામાં આવ્યું તો કંકણનો ઉત્પાદ થયો અને સ્વર્ણપિંડનો વ્યય થયો. બંને જ પરિસ્થિતિઓમાં સ્વર્ણ દ્રવ્યની વિદ્યમાનતા એ સ્વર્ણનું ધ્રૌવ્ય છે.
એ જ પ્રમાણે આત્મા, મનુષ્ય દેવ અથવા તિર્યંચરૂપે ઉત્પન્ન થાય છે તો તે આત્મા મનુષ્ય, દેવાદિ રૂપમાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી ઉત્પાદ અને દેવ, તિર્યંચાદિ પૂર્વ શરીરના ત્યાગની અપેક્ષાએ વ્યય છે. બંને અવસ્થાઓમાં આત્મગુણની વિદ્યમાનતા ધ્રૌવ્ય છે. ઉત્પાદ અને વ્યયમાં વસ્તુની પર્યાયની પ્રધાનતા છે, જ્યારે કે ધ્રૌવ્ય અવસ્થામાં દ્રવ્યના મૂળરૂપની પ્રધાનતા છે.
તીર્થંકર મહાવીરની અતિશય યુક્ત દિવ્ય વાણીના પ્રભાવથી તથા પૂર્વજન્મમાં કરેલી ઉત્કટ સાધનાના પરિણામસ્વરૂપ ગૌતમ આદિ અગિયાર બધા જ પ્રવ્રુજિત વિદ્વાનોના શ્રુતજ્ઞાનાવરણ કર્મનો તત્ક્ષણ વિશિષ્ટ ક્ષયોપશમ થયો અને તેઓ તે જ સમયે સમગ્ર શ્રુતજ્ઞાનસાગરના વિશિષ્ટ વેત્તા બની ગયા. એમણે સર્વ પ્રથમ ચૌદ પૂર્વોની રચના કરી, જે આ પ્રકારે છેઃ
ઉત્પાદપૂર્વ, અગ્રાયણીપૂર્વ, વીર્યપ્રવાદપૂર્વ, અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ, જ્ઞાનપ્રવાદપૂર્વ, સત્યપ્રવાદપૂર્વ, આત્મપ્રવાદપૂર્વ, કર્મપ્રવાદપૂર્વ, પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનુપ્રવાદપૂર્વ, કલ્યાણવાદપૂર્વ, પ્રાણવાયપૂર્વ, ક્રિયાવિશાળપૂર્વ તથા લોકબિંદુસારપૂર્વ.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) DIG ૭૩૭૭ ४७