Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જ્ઞાન વસ્તુતઃ ભૂતો(શરીર)નો ધર્મ નથી, કારણ કે એ વસ્તુના અભાવમાં પણ વિદ્યમાન અને વસ્તુની વિદ્યમાનતામાં પણ અવિધમાન રહે છે. જે પ્રકારે ઘટ કરતાં પટ એક ભિન્ન વસ્તુ છે, એ જ પ્રકારે ભૂતો કરતાં જ્ઞાન નિતાંત ભિન્ન વસ્તુ છે. ઘટ અને પટ બંને ભિન્ન-ભિન્ન વસ્તુઓ હોવાના કારણે જે પ્રકારે ઘટના અભાવમાં પટની અને પટના અભાવમાં ઘટની વિદ્યમાનતા રહેલી છે, એ જ પ્રકારે મુક્તાવસ્થામાં વસ્તુઓનો અભાવ હોવા છતાં પણ એમનું જ્ઞાન વિદ્યમાન રહે છે અને મૃતશરીરમાં ભૂતોની વિદ્યમાનતા રહેવા છતાં પણ જ્ઞાન નથી રહેતું. વસ્તુતઃ શરીર અને જીવ એક બીજાથી અલગ બે વસ્તુઓ છે. શરીર જીવનો આધાર અને જીવ શરીરનો આધેય છે. ઉપયોગ, અનુભૂતિ, સંશય વગેરે વિજ્ઞાન જીવનાં લક્ષણ છે, જે અરૂપી અમૂર્ત છે, પણ શરીર મૂર્ત છે. કોઈ મૂર્તનો ગુણ અમૂર્ત નથી થઈ શકતો. તેથી વિજ્ઞાન આદિ અમૂર્ત ગુણ મૂર્ત શરીરનું નહિ પરંતુ અમૂર્ત આત્માનો જ હોઈ શકે છે. શરીરના સંપૂર્ણ અંગ-પ્રત્યંગોમાં વ્યાપ્ત આત્મા પણ નિશ્ચિત રૂપે શરીરથી ભિન્ન છે. એકાત્મવાદનું નિરાકરણ
સમગ્ર સંસારમાં ભિન્ન-ભિન્ન આત્માઓ નહોતા આકાશની જેમ સર્વત્ર વ્યાપ્ત એક જ આત્મા છે.” ઇન્દ્રભૂતિ ગૌતમના હૃદયમાં ઉત્પન્ન થયેલા આ પ્રકારના સંશયનું યુક્તિપૂર્ણ સમાધાન કરતા ભગવાન મહાવીર બોલ્યા : “ઇન્દ્રભૂતે ! જો અનંત આકાશ સમાન વિરાટ એક જ આત્મા બધાં પિંડોમાં વિદ્યમાન હોત તો આકાશની જેમ જીવ પણ બધા ભૂતસંઘોમાં નાનારૂપતા (વિવિધતા), વૈચિત્ર્ય અને વિલક્ષણતાથી રહિત એકરૂપતામાં જ દેખાતો. પણ પ્રાણી સમૂહમાં એવી એકરૂપતાનો નિતાંત અભાવ છે. બધાથી મોટી વાત તો એ છે કે એક પ્રાણીનાં લક્ષણોથી બીજા પ્રાણીનાં લક્ષણ તદ્દન ભિન્ન દેખાય છે. એનાથી સહજ જ એવું સિદ્ધ થાય છે કે બધાં પ્રાણીઓમાં એક જ આત્મા નથી, પરંતુ ભિન્ન-ભિન્ન આત્માઓ છે. લક્ષણભેદ હોવાના લીધે લક્ષ્યભેદ સ્વતઃ જ સિદ્ધ થઈ જાય છે.
જીવનું પ્રમુખ લક્ષણ છે ઉપયોગ. એ ઉપયોગ દરેક પ્રાણીમાં એક બીજાથી ભિન્ન સ્વલ્પાધિક માત્રામાં અને વિભિન્ન પ્રકારના જોવા મળે છે. આ પ્રકાર પ્રત્યેક દેહધારીમાં ઉપયોગના ઉત્કર્ષ-અપકર્ષ અને ન્યૂનાધિક્ય ભેદના કારણે સંસારમાં આત્માઓની સંખ્યા પણ અનંત છે. વસ્તુતઃ ઊજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૪૪