Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(વિજ્ઞાનઘનનો વાસ્તવિક અર્થ) આ વાક્યમાં જ્ઞાનોપયોગ-દર્શનોપયોગ રૂપ વિશિષ્ટ જ્ઞાનપુંજથી યુક્ત આત્માને વિજ્ઞાનઘન કહેવામાં આવ્યું છે, કારણ કે આત્મા સ્વયં જ્ઞાનકુંજ છે. વિજ્ઞાનઘન આત્માને ઘટપટ આદિ ભૂતોને જોવાથી જે ઘટ-વિષયક અથવા પટ-વિષયક જ્ઞાન હોય છે, તે ક્રમશ: અન્ય વસ્તુઓની તરફ ધ્યાન આકર્ષિત થવા પર નષ્ટ થઈ જાય છે અને એના
સ્થાને વૃક્ષ, ફૂલ, ફળ વગેરે અન્ય વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. કોઈ વસ્તુના પ્રથમ દર્શનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યાર બાદ બીજી વસ્તુઓની તરફ ધ્યાન આકર્ષિત થતા તે નષ્ટ થઈ જાય છે અને એની જગ્યાએ અન્ય વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. કોઈ વસ્તુના પ્રથમ દર્શનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, એના અનંતર બીજી વસ્તુના દર્શનથી તવિષયક નવીન જ્ઞાન થતાં જ પૂર્વ-વસ્તુઓથી સંબંધ રાખવાવાળા જ્ઞાનના સ્થાને નવીન વસ્તુઓનું જ્ઞાન ગ્રહણ કરી લે છે. આ જ ક્રમ આગળ ને આગળ ચાલતો રહે છે. આ પ્રકારે પહેલા જોયેલી વસ્તુનું જ્ઞાન એના પછી જોયેલી વસ્તુના જ્ઞાનની સાથે જ નષ્ટ થઈ જાય છે. વસ્તુતઃ આત્મા નષ્ટ નથી થતો, પરંતુ પૂર્વવર્તી જ્ઞાનના સ્થાને પશ્ચાદ્દવર્તી જ્ઞાન દ્વારા લઈ લેવાને લીધે એ પૂર્વવર્તી ઘટ-પટ આદિ શેય વસ્તુઓનું જ્ઞાતા વિજ્ઞાન જ નષ્ટ થાય છે એક શેયના પશ્ચાતું અન્ય જ્ઞયનું જ્ઞાન વિજ્ઞાનઘન આત્મામાં અવિકળ રૂપથી ક્રમશઃ ચાલતું રહે છે, અતઃ આત્માનો નષ્ટ થવાનો પ્રશ્ન તો ઉત્પન્ન જ નથી થતો.
( Bત્ય સંજ્ઞાનો વાસ્તવિક અર્થ)
‘ન પ્રેત્ય સંજ્ઞાસ્તિ' આ વેદપદનો અર્થ સમજાવતા પ્રભુ મહાવીરે કહ્યું: ઘટને જોતાં જ આત્મામાં ઘટોપયોગ અર્થાત્ ?યભૂત ઘટનું વિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર બાદ પટને જોતાં આત્માનું ધ્યાન ઘટની તરફથી હટીને પટની તરફ આકર્ષિત થયું. આ દશામાં ઘટને દૃષ્ટિની સામેથી અદૃશ્ય થવાની સાથે જ આત્માનો ઘટોપયોગ નષ્ટ થઈ ગયો અને એનું સ્થાન આત્મામાં પટ સંબંધી જ્ઞાન હોવાને કારણે પટોપયોગે લઈ લીધું અને આ રીતે પટોપયોગના અવિર્ભત થઈ જવાથી આત્મામાં ઘટોપયોગ પ્રત્યે અર્થાત્ પૂર્વની સંજ્ઞાજાણકારી ન રહી. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 99099999999 ૪૩ ]