Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
૭. પ્રત્યેક નાગરિકને એ બધાં આવશ્યક કર્તવ્યોથી અવગત કરાવવાં,
જેના પાલનથી દેશમાં કલ્યાણકારી સુશાસનની સ્થાપના થાય છે અને એ કર્તવ્યોથી ટ્યુત થવાની દશામાં દેશ અવનતિના ઊંડા
ખાડામાં પડે છે. ૮. ભારતીય ઇતિહાસના જે-જે સમયને ઐતિહાસિક ઘટનાઓની
અનુપલબ્ધિના કારણે અંધકારપૂર્ણ બતાવવામાં આવ્યો હતો, એ સમયની ઐતિહાસિક ઘટનાઓને જૈન ધર્મના પ્રામાણિક ગ્રંથો, શિલાલેખો વગેરેના ઠોસ આધારે પ્રકાશમાં લાવીને ભારતીય ઇતિહાસની તૂટેલી કડીઓને જોડવી અને એ અંધકારપૂર્ણ સમયને
પ્રકાશપૂર્ણ બનાવવો. ૯. સ્વાતંત્ર્યમૂલક સુશાસનની શીતળ છાયામાં ભૌતિક - આધ્યાત્મિક
સુખ-સમૃદ્ધિના કલ્પતરુ અંકુરિત, પુષ્પિત, પલ્લવિત અને ફલિત થાય છે. એનાથી વિપરીત પારતંત્ર્યમૂલક કુશાસનના અપાવન પંક(કાદવ)માં વૈષમ્યનું વિષવૃક્ષ અંકુરિત થાય છે. એ વિષવૃક્ષનાં વિષયુક્ત ફળોથી મનુષ્ય માનવતાને ભૂલીને કેવી રીતે નિકૃષ્ટ બની જાય છે, એ તથ્યથી પ્રત્યેકને અવગત કરાવવાના અભિપ્રાયથી પ્રસ્તુત ખંડમાં ધર્મ અને ધર્માચાર્યોના ઇતિહાસની સાથેસાથે એમના સમ-સામયિક ઇતિહાસનું પણ દિગ્દર્શન કરવામાં આવ્યું છે. માનવતા માટે અહિતકર ભૂતકાલીન ભૂલોની કોઈ પણ દશામાં આ ધર્મપ્રાણ દેશના નિવાસી પુનરાવૃત્તિ ન કરે, એ જ
મુખ્ય લક્ષ્ય આ વર્ણનની પાછળ રહ્યું છે. (જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ(વિસ્તૃત)નો દ્વિતીય ભાગથી ઉદ્ધત અંશ.)
[ ૩૪
339999999 જેન ધર્મનો મલિક ઇતિહાસ (ભાગ-૨)