Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રતીત થાય છે, તે કોઈ ઘણો મોટો એન્દ્રજાલિક છે. જેણે બુદ્ધિમાન કહેવાતા દેવોને પણ છળી લીધા છે અને એ દેવ જેને સર્વજ્ઞ જાણીને એની વંદના અને સ્તુતિ કરવા જઈ રહ્યા છે. એવું પ્રતીત થાય છે કે જે પ્રકારનો તે નામધારી સર્વજ્ઞ છે, એ જ પ્રકારના આ દેવો પણ છે. મારા જેવા સર્વજ્ઞના રહેતા અન્ય કોઈ સર્વજ્ઞ ન હોઈ શકે. દેવતાઓ અને દાનવોની હાજરીમાં જ અત્યારે હું જટિલ પ્રશ્નોનો વરસાદ કરી એને હતપ્રભ કરી એની સર્વજ્ઞતાના છઘ આવરણને ઉતારીને ફેંકું છું.”
પોતાના જ લોકોના મુખથી શ્રમણ ભગવાન મહાવીરની પ્રશંસા સાંભળી ઇન્દ્રભૂતિ ઈર્ષાથી સળગી ઊઠ્યો અને બોલ્યો : “અવશ્ય જ આ કોઈ મહાન માયાવી છે. ઘણું આશ્ચર્યજનક છે કે દરેક જણને. એણે ભ્રમમાં નાખી દીધા છે. હું તો નિમેષમાત્ર પણ આ મહામાયાવીની સર્વજ્ઞતાના દાવાને સહન કરી શકતો નથી; કારણ કે ઘોર અંધકારને વિનષ્ટ કરવા માટે સૂર્ય ક્યારેય પ્રતીક્ષા નથી કરતો. મેં મોટા-મોટા દિગ્ગજોને શાસ્ત્રાર્થમાં હરાવીને એમનું મોઢું હંમેશાં માટે બંધ કરી દીધું છે, તો આ સર્વજ્ઞની મારી સમક્ષ શી વિશાત છે ?”
પોતાના સમયમાં પોતાની સમકક્ષ અન્ય કોઈ વિદ્વાનને ન જોવા ઇચ્છતા માનવસ્વભાવને કારણે ઇન્દ્રભૂતિના મનમાં થોડીક ક્ષણો માટે અહમ્ અંકુરિત થવાની સંભાવના સહજ પ્રતીત થાય છે, પણ પૂર્વાગ્રહ, દુરાગ્રહ અથવા દંભનો ઉદ્દભવ એમના માનસમાં લેશમાત્ર પણ થઈ શકતો ન હતો. એમનું અંતર્મન તથ્યને ગ્રહણ કરવા માટે સદા પૂર્વાગ્રહ, દુરાગ્રહ અને દંભ વગેરેથી ઉમુક્ત અને અસ્પૃશ્ય રહ્યું. આ જ કારણ છે કે તથ્યની પ્રબળ જિજ્ઞાસા અને સત્યને ગ્રહણ કરી એને આત્મસાત્ કરવાની એમની ઉદાર મનોવૃત્તિએ એમના વ્યક્તિત્વને સમષ્ટિના વિરાટ વ્યક્તિત્વનું સ્વરૂપ પ્રદાન કર્યું.
પોતાનું અહમ્ પૂર્ણરૂપે જાગૃત થવાના ફળસ્વરૂપે ઇન્દ્રભૂતિ, ભગવાન મહાવીર સાથે શાસ્ત્રાર્થ કરવાના હેતુથી ભગવાનના સમવસરણની તરફ જવા માટે ઉદ્યત થયા. પોતાના ૫૦૦ શિષ્યોની સાથે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના સમવસરણની સમીપ પહોંચ્યા. અષ્ટ મહાપ્રતિહાર્યો અને ભગવાન મહાવીરના મહાપ્રતાપી અલૌકિક ઐશ્વર્યને જોતાં જ તેઓ અત્યંત આશ્ચર્યથી ખંભિત થઈ સીડીઓ ઉપર નિશ્ચલ ઊભા રહી નિર્મિમેષ દૃષ્ટિથી પ્રભુની તરફ જોતાં જ રહી ગયા. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે - “ક્યાંક આ | ૪૦ 9909969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨)