Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સંભવતઃ આ પ્રકારની ખ્યાતિ મેળવી લીધા બાદ તેઓ વેદ-વેદાંગના આચાર્ય બન્યા હોય. હજારોની સંખ્યામાં શિક્ષાર્થી એમની પાસે અધ્યયનાર્થે આવ્યા હોય અને ૨૦ વર્ષના અધ્યાપનકાળની સુદીર્ઘ અવધિમાં અધ્યેતા ઘણી મોટી સંખ્યામાં સ્નાતક બનીને નીકળી ચૂક્યા હશે અને એમની જગ્યાએ નવા છાત્રોનો પ્રવેશ પણ અવશ્ય સંભવ રહ્યો હશે. આવી સ્થિતિમાં અધ્યેતાઓની પૂર્ણ સંખ્યા ૫૦૦થી અધિક હોવી જોઈએ. ૫૦૦ની સંખ્યામાત્ર નિયમિત રૂપે અધ્યયન કરનારા છાત્રોની દૃષ્ટિથી જ વધારે સંગત પ્રતીત થાય છે.
યાજકાચાર્યના રૂપમાં
આર્ય સુધર્માના વિવાહનો કેટલાક આચાર્યોએ ઉલ્લેખ કર્યો છે, પણ ઇન્દ્રભૂતિ ગૌતમના વિવાહ થયા હતા કે નહિ, આ સંબંધમાં બધી પરંપરાઓ મૌન છે.
જે દિવસોમાં ભગવાન મહાવીરને કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઉપલબ્ધિ થઈ એ જ દિવસોએ અપાપા નગરના નિવાસી સોમિલ નાંમક એક ધનાઢ્ય બ્રાહ્મણે પોતાને ત્યાં એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. સોમિલ પોતાના યજ્ઞનાં અનુષ્ઠાન-હેતુ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચળ ભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના એ સમયના લોકમાન્ય પ્રસિદ્ધ કર્મકાંડી આચાર્યોને ઘણા આગ્રહ અને આદરની સાથે અપાપા લઈ ગયો. સોમિલ બ્રાહ્મણે બીજા પણ અનેક વિદ્વાનોને એ યજ્ઞમાં આમંત્રિત કર્યા.
ઇન્દ્રભૂતિ ગૌતમને એમની અપ્રતિમ વિદ્વત્તા અને યશોકીર્તિના કારણે યજ્ઞના અનુષ્ઠાન-હેતુ મુખ્ય આચાર્ય પદ પર અભિષિક્ત કરવામાં આવ્યા અને એમના તત્ત્વાવધાનમાં ઘણા ધૂમધામથી યજ્ઞના અનુષ્ઠાનનો પ્રારંભ થયો. વેદમંત્રોથી યજ્ઞમંડપ ગુંજી ઊઠ્યાં.
અચાનક યજ્ઞમંડપમાં ઉપસ્થિત બધા લોકોની આંખો એકસાથે નીલ ગગનની તરફ ગઈ. આકાશનું દેશ્ય જોઈને યજ્ઞમાં ઉપસ્થિત લોકોની આંખો ચકાચૌંધ થઈ ગઈ (ચમકી ઊઠી). સહસ્ર સૂર્યોની જેમ દેદીપ્યમાન સહસ્રો વિમાનોથી નભમંડળ ઝગમગી ઊઠ્યું. દેવવિમાનોને યજ્ઞમંડપની તરફ અગ્રેસર થતા જોઈ ઉપસ્થિત વિશાળ જનસમૂહના હર્ષનો પાર ન રહ્યો.
૩.
ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)