Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ઉપસંહાર
પ્રસ્તુત ગ્રંથમાં વી. નિ. સં. ૧ થી ૧૦૦૦ સુધીનો જૈન ધર્મનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. એમાં આચાર્યો, આગમો, સાધુસાધ્વીઓ, ગણો, ગચ્છો, કુળો, શાખા-ઉપશાખાઓ, જન-સાધારણથી લઈ શાસકવર્ગ સુધીનાં શ્રાવક-શ્રાવિકાઓ, એ આચાર્યોના સમયમાં ઘટિત થયેલ પ્રમુખ ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્ત્વની ઘટનાઓના ઉલ્લેખની સાથે-સાથે ઉક્ત અવધિમાં રાજવંશો, એમની પરંપરાઓ, રાજ્ય વિપ્લવો, વિદેશીઓ દ્વારા ભારત પર કરવામાં આવેલાં આક્રમણો વગેરેનો પણ યથાવશ્યક જે પરિચય આપવામાં આવ્યો છે, એની પૃષ્ઠભૂમિમાં મુખ્યતઃ નિમ્નલિખિત ઉદ્દેશ્ય રહેલા છે :
૧. સમસામયિક ધાર્મિક અને રાજનૈતિક ઘટનાચક્રની સાથે-સાથે વિવરણ પ્રસ્તુત કરી ધાર્મિક ઇતિહાસને વિશ્વસનીય અને સર્વાંગસંપૂર્ણ બનાવવો.
૨. જૈન ધર્મના પ્રામાણિક ગ્રંથોના પરિપ્રેક્ષ્યમાં ઐતિહાસિક ઘટનાઓનું પર્યવેક્ષણ કરી નિહિત સ્વાર્થી ઇતિહાસકારો દ્વારા ઉત્પન્ન ભ્રમણાઓનું નિરાકરણ કરવું.
૩. જૈન ધર્મના ઇતિહાસની વિવિધ કારણોથી ગૂંચવાયેલી જટિલ ગૂંચવણોને (રાજનૈતિક) ઇતિહાસ અને જૈન ધર્મના પ્રામાણિક ગ્રંથોના તુલનાત્મક અધ્યયનથી ઉકેલવાનો પ્રયાસ કરવો.
૪. ધર્મનિષ્ઠ શાસકોના શાસનકાળમાં ધર્મની સર્વતોમુખી અભ્યન્નતિ અને જનજીવનની સમૃદ્ધિમાં શાસકવર્ગ દ્વારા કરવામાં આવેલ યોગદાનથી પાઠકોને પરિચિત કરાવવા.
૫. અધર્મિષ્ઠ કુશાસકો અને વિદેશી આતતાયી (આતંગીઓ)ના શાસનમાં પરતંત્ર પ્રજાના સર્વતોમુખી પતન અને ધર્મના હ્રાસના કુફળથી પાઠકોને પરિચિત કરાવવા.
૬. ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજનૈતિક દૃષ્ટિથી એ બતાવવું કે સુશાસન સર્વતોમુખી ઉન્નતિનું મૂળ છે અને કુશાસન અભાવઅભિયોગો તેમજ ઘોર અવનતિના જનક હોય છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
33