Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
( ૩. દશપૂર્વદરકાળા વિ. નિ. સં. ૧૭૦ થી ૫૮૪ સુધીના આ કાળમાં આર્ય સ્થૂલભદ્રથી લઈ આર્ય વજ સુધી ૧૧ દશપૂર્વધર આચાર્યો, આર્ય સુહસ્તિીથી પ્રારંભ થયેલ યુગપ્રધાન પરંપરા, આર્ય બલિસ્સહથી પ્રારંભ થયેલ વાચકવંશ પરંપરા, ગણાચાર્ય પરંપરાની ઉપર્યુક્ત ૪૧૪ વર્ષની અવધિમાં થયેલ આચાર્યો અને એમના સમયમાં ઘટિત ઉલ્લેખનીય ઘટનાઓ, રાજવંશો અને વિદેશી આક્રમણો વગેરેનો સંક્ષિપ્ત સારભૂત પરિચય આપવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં જૈનકાળ ગણનાની એક જટિલ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે વિગત હજારો વર્ષોથી વિચારકો માટે એક જટિલ સમસ્યા બનેલ હતી.
દિગંબર પરંપરામાં એવી સર્વસંમત માન્યતા પ્રચલિત રહી છે કે - “શ્રુતકેવળી ભદ્રબાહુ વી. નિ. સં. ૧૬૨માં સ્વર્ગસ્થ થયા.” જ્યારે કે શ્વેતાંબર પરંપરામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે - “શ્રુતકેવળી ભદ્રબાહુનો સ્વર્ગવાસ વી. નિ. સં. ૧૭૦માં થયો.”
બીજી તરફ એવું પણ એક ઐતિહાસિક તથ્ય છે કે - “ચાણક્યની સહાયથી ચંદ્રગુપ્ત મૌર્યએ વિ. નિ. સં. ૨૧પમાં નંદ સામ્રાજ્યનો અંત કરી મગધ સામ્રાજ્યના સિંહાસન પર આરૂઢ થઈ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. જો મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તને શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુનો શ્રાવક અથવા શ્રમણ શિષ્ય માનવામાં આવે તો આ દશામાં શ્રુતકેવળી ભદ્રબાહુના સ્વર્ગારોહણનો કાળ વી. નિ. સં. ૨૧પના ૧૦-૨૦ વર્ષ પછી લાવવો પડશે અથવા ફરી નંદ સામ્રાજ્યના અંત અને મૌર્ય સામ્રાજ્યના જન્મકાળને વી. નિ. સં. ૧૬૨ અથવા ૧૭૦થી ઓછામાં ઓછા ૧૫-૧૭ વર્ષ પાછળની તરફ લઈ જવો પડશે.
કાળ-ગણનામાં આ પ્રકારનું ૬૦ વર્ષનું અંતર ક્યારે અને ક્યાં કારણે આવ્યું, એના પર નિષ્પક્ષ દૃષ્ટિથી ચિંતન કરવામાં આવે તો એક કારણ પ્રતીત થાય છે.
આચાર્ય હેમચંદ્ર એ શ્રુતકેવળી ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત સમકાલીન બતાવીને સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે કે - “આચાર્ય ભદ્રબાહુ જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969698 ૩૧ |