Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ તથા દશપૂર્વધર આચાર્ય સ્થૂલભદ્રના પ્રકરણમાં ભારત, યૂનાન અને વિશ્વના ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં આ તથ્યને ઘણી સારી રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે કે ઈ.સ. પૂર્વ. ૩૨૭ (વી. નિ. સં. ૨૦૦)માં સિકંદરે ભારત પર આક્રમણ કર્યું. પોરસ અને ચંદ્રગુપ્ત સિકંદરને શક્તિશાળી નંદ સામ્રાજ્ય ઉપર આક્રમણ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. | સર્વસંમત ઐતિહાસિક તથ્યથી આ અંતિમ રૂપથી સિદ્ધ થઈ જાય છે કે ઈ.સ. પૂર્વે ૩૨૭ થી ૩૨૪ (વી. નિ. સં. ૨૦૦ થી ૨૦૩) સુધી ચંદ્રગુપ્ત એક દેશભક્ત સાધારણ સૈનિકના રૂપમાં અને નવમ નંદ મગધના મહાશક્તિશાળી સમ્રાટના રૂપે વિદ્યમાન હતા. ચાણક્ય ઇ. સ. પૂર્વ ૩૧ર (વી. નિ. સં. ૨૧૫)માં નંદ સામ્રાજ્યનો અંત કરી ચંદ્રગુપ્ત મૌર્યને પાટલિપુત્રના સામ્રાજ્યનો અધિપતિ બનાવ્યો.
શ્રુતકેવળી ભદ્રબાહુ (વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦) અને ચંદ્રગુપ્ત મૌર્ય (વી. નિ. સં. ૨૧૫) સમકાલીન ન હતા. વિ. નિ. સં. - ૨૧પમાં નંદ સામ્રાજ્યનો અંત અને મૌર્ય સામ્રાજ્યનો અભ્યદય થયો. શ્રુતકેવળી ભદ્રબાહુ (વી. નિ. સં. ૧૭૦) નિમિત્તજ્ઞ ભદ્રબાહુ (વી. નિ. સં. ૧૦૦૦ના પશ્ચાતુથી ૮૩૦ વર્ષ પૂર્વ થઈ ગયા. નામ-સામ્યતાના કારણે નિમિત્તજ્ઞ “ભદ્રબાહુ રચિત નિર્યુક્તિઓ, ઉવસગ્ગહર સ્તોત્ર, ભદ્રબાહુ સહિતા અને એમના જીવનની કેટલીક ઘટનાઓ શ્રુતકેવળી ભદ્રબાહુના જીવન સાથે જોડી દેવામાં આવી છે.
શ્રુતકેવળીકાળના પાંચ આચાર્યોમાંથી ભદ્રબાહુને છોડી શેષ ચાર શ્રુતકેવળીઓનાં નામ બંને પરંપરાઓમાં ભિન્ન જોવા મળે છે.
તીર્થપ્રવર્તનના સમયથી લઈ આર્ય સુસ્થિત અને સુપ્રતિબદ્ધના આચાર્યકાળના પ્રારંભિક કાળ સુધી ભ. મહાવીરનો ધર્મસંઘ “નિગ્રંથ સંઘ'ના નામથી લોકવિશ્રત રહ્યો. આર્ય સુધર્માના આચાર્યકાળથી આર્ય ભદ્રબાહુ (શ્રુતકેવળી) દષ્ટિગોચર નથી થતા. પણ આચાર્ય ભદ્રબાહુના સ્વર્ગસ્થ થવા પશ્ચાત્ એમના પ્રથમ શિષ્ય ગોદાસના નામથી ગોદાસગણથી પ્રચલિત થવાનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. કલ્પ સ્થવિરાવલીમાં ગોદાસગણની ચાર શાખાઓ - તામલિરિયા, કોડિવરિસિયા, પંડુવદ્ધણિયા અને દાસી ખધ્વડિયાનો પણ ઉલ્લેખ છે. ભદ્રબાહુના પ્રમુખ શિષ્ય ગોદાસે પોતાના શિષ્યસમૂહ સહિત દક્ષિણમાં પહોંચીને ત્યાં જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો. [ ૩૦ 9999999696969માં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨)