________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
हितहेतुरिति एवकारार्थः, अन्यत् न्यायोपात्तवित्ताद् विभिन्नम्, अन्यायोपात्तवित्तमित्यर्थः Idદ્દા
અહીં અન્યાયથી મેળવેલા ધનથી અનર્થ થાય એમ કહે છે -
અન્યાયથી મેળવેલું ઘન ઉભયલોકના અહિત માટે જ થાય છે, કાકતાલીય ન્યાયથી પણ હિતનું કારણ થતું નથી. (૬)
कुत एतदित्याहतदनपायित्वेऽपि मत्स्यादिगलादिवद्विपाकदारु णत्वात् ॥७॥ इति ।
तस्य अन्यायोपात्तवित्तस्य अनपायित्वम् अविनाशित्वमिति योऽर्थः तस्मिन्नपि, अन्यायोपार्जितो हि विभवः अस्थ्यादिशल्योपहतगृहमिवाचिरात् विनाशमनासाद्य नास्ते, अथ कदाचिद् बलवतः पापानुबन्धिनः पुण्यस्यानुभावात् स विभवो यावज्जीवमपि न विनश्येत् तथापि मत्स्यादीनां मत्स्य-कुरङ्ग-पतङ्गादीनां ये गलादयः गल-गोरिगानप्रदीपालोकादयो रसनादीन्द्रियलौल्यातिरेककारिणः विषयविशेषाः तद्वद् विपाके = परिणामे दारणमत्यन्तव्यसनहेतुः, तस्य भावस्तत्त्वम् तस्मात्, अन्यत्राप्यवाचि
पापेनैवार्थरागान्धः फलमाप्नोति यत् क्वचित्। बडिशामिषवत् तत् तमविनाश्य न जीर्यति ।।४।। इति ।।७।।
અન્યાયથી મેળવેલું ધન ઉભય લોકના અહિત માટે કેમ થાય છે તે જણાવે છેઃ
કારણ કે અન્યાયથી મેળવેલું ધન વિનાશ ન પામે તો પણ મત્સ્યગલ આદિની જેમ પરિણામે ભયંકર બને છે. -
અન્યાયથી મેળવેલું ધન હાડકાં વગેરે શલ્યથી (= દોષથી) હણાયેલા ઘરની * જેમ જલદી નાશ પામ્યા વિના રહેતું નથી. આમ છતાં કદાચ પ્રબળ • કાગડાનું બેસવું અને તાડનું પડવું તે કાકતાલીય ન્યાય છે. અહીં કાગડાના બેશવાના કારણે તાડ પડ્યું નથી. તાડ પડવાનું જ હતું પણ જોનારને એમ લાગે કે કાગડો બેઠો તેથી તાડ પડી ગયું. તે પ્રમાણે જે કાર્ય વાસ્તવિક નહિ પણ માત્ર બહારથી દેખાતા નિમિત્તથી થાય તેમાં કાકતાલીય ન્યાય લાગુ પડે. પ્રસ્તુતમાં અન્યાયથી મેળવેલું ધન તે રીતે પણ (= બહારથી દેખાતા નિમિત્તથી પણ) હિતનું કારણ બનતું નથી. * જે ઠેકાણે ઘર બાંધવાનું હોય ત્યાં પ્રથમ શલ્યશુદ્ધિ કરવામાં આવે છે. શલ્યશુદ્ધિ એટલે જ્યાં ઘર બાંધવાનું હોય ત્યાં હાડકાં વગેરે અશુચિ પદાર્થો હોય તો દૂર કરવા. જો શલ્યવાળી ભૂમિ ઉપર ઘર બાંધે તો તે ઘર ટકતું નથી, એમ શિલ્પશાસ્ત્રમાં કહ્યું છે.
૧૫