________________
ધર્મબિંદુપ્રક૨ણ
પહેલો અધ્યાય
पात्रे दीनादिवर्गे च दानं विधिवदिष्यते ।
पोष्यवर्गाविरोधेन न विरुद्धं स्वतश्च यत् || ३ || ( योगबिन्दौ १२१ ) ||५|| ન્યાયથી મેળવેલું ધન ઉભયલોકના હિત માટે કેમ થાય છે તે કહે છે :કારણ કે ન્યાયથી મેળવેલા ધનનો નિઃશંકપણે પરિભોગ કરી શકાય અને વિધિપૂર્વક તીર્થગમન કરી શકાય. આ લોકમાં અન્યાયવાળી પ્રવૃત્તિ કરવામાં એટલે કે અનીતિથી ધન મેળવવામાં લોકોને ભોક્તા (= ઉપભોગ કરનાર) ઉપર અને ભોગ્ય (= ભોગવવા યોગ્ય વૈભવ) સંબંધી એમ બે રીતે શંકા થાય. તેમાં ભોક્તા ઉપર ‘‘આ પરદ્રવ્યનો દ્રોહ કરનાર છે’’ એવા દોષની સંભાવના રૂપ શંકા થાય. અને ભોગ્ય સંબંધી ‘‘આ પુરુષ આ રીતે પરદ્રવ્યનો ઉપભોગ કરે છે’’ એવી શંકા થાય. ન્યાયથી મેળવેલા ધનમાં આવી શંકા ન થવાથી તેનો નિઃશંકપણે પરિભોગ કરી શકાય છે. પિરભોગ એટલે સ્નાન, પાન, આચ્છાદન, વિલેપન વગેરે ભોગના પ્રકારો વડે પોતે એકલા કે મિત્રો અને સ્વજનોની સાથે વૈભવનો ઉપભોગ કરવો. અહીં આ ભાવ છે કે- ન્યાયથી મેળવેલા ધનને ભોગવનાર ઉપર કોઈને પણ ક્યારેય જરા પણ શંકા થતી નથી, અને એ પ્રમાણે વ્યાકુલતાથી રહિત ચિત્તવાળા અને શુભ પરિણામવાળા તેને આ લોકમાં પણ મહાન સુખનો લાભ થાય છે.
વિધિપૂર્વક તીર્થગમનથી પરલોકમાં હિત થાય છે. સત્કાર કરવો વગેરે વિધિ છે. દુઃખરૂપી સમુદ્ર જેનાથી તરાય તે તીર્થ. અહીં પવિત્ર ગુણોનું પાત્ર એવો પુરુષસમૂહ અને દીન અનાથ વગેરેનો સમૂહ તીર્થ તરીકે વિવક્ષિત છે. તેમાં ધનનું ગમન થવું એટલે કે સહાય રૂપે ધનનો ઉપયોગ થવો એ તીર્થગમન છે. બીજાં શાસ્ત્રોમાં પણ ધાર્મિક જન માટે દાનનું સ્થાન જણાવતાં કહ્યું છે કે – “જે દાન આપનાર અને લેનાર એ બેના ધર્મનો હળ, ખાંડણિયું આદિ (અધિકરણ) ની જેમ સ્વરૂપથી બાધક ન હોય તેવું દાન માતા વગેરે લોકની વૃત્તિનો ઉચ્છેદ ન થાય તે રીતે પાત્રને અને દીન વગેરેને વિધિપૂર્વક આપવાનું બુદ્ધિમાન પુરુષોને ઈષ્ટ છે.” (યો. બિ. ૧૨૧) (૫)
• अत्रैव विपक्षे बाधामाह
अहितायैवान्यत् ॥६॥
अहितायैव अहिंतनिमित्तमेव उभयोरपि लोकयोः, न पुनः काकतालीयन्यायेनापि
૧૪