________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
वित्तीवोच्छेयंमी गिहिणो सीयंति सव्वकिरियाओ । निरवेक्खस्स उ जुत्तो संपुण्णो संजमो चेव ।।२।। (पञ्चा. ४/७) ।।३।।
ધર્મના બે ભેદમાં પ્રથમભેદને આ અધ્યાયના અંત સુધી સ્વયમેવ વિચારતા ગ્રંથકાર કહે છે - | સામાન્ય અને વિશેષ એ બે પ્રકારના ગૃહસ્થ ધર્મમાં સામાન્ય ગૃહસ્થ ધર્મ આ પ્રમાણે છે:- કુલપરંપરાથી આવેલ, અનિંદ્ય, વૈભવ આદિની અપેક્ષાએ અને ન્યાય પૂર્વક ધનપ્રાપ્તિ માટે વ્યવહાર કરવો.
કુલપરંપરાથી આવેલ = પિતા, દાદા વગેરે પૂર્વપુરુષની પરંપરાથી કરાતે પોતાના કાલ સુધી આવેલ. અનિંદ્ય = નિંદ્ય એટલે પરલોકને પ્રધાન માનનારા તેવા પ્રકારના સજ્જનોને અત્યંત કરવા યોગ્ય ન હોવાથી જે નિંદનીય હોય, જેમ કે દારૂ બનાવવો વગેરે, તેવું નિંદ્ય ન હોય તે અનિંદ્ય.
વૈભવ આદિની અપેક્ષાએ = વૈભવ એટલે પોતાનું મૂળ ધન - મૂડી, તેની અપેક્ષાએ આચરણ કરવું, અર્થાત્ પોતાની પાસે મૂડી હોય તે પ્રમાણે વેપાર વગેરે કરવું. અહીં આદિ શબ્દથી સહાય, કાલ અને ક્ષેત્ર વગેરેનું બળ સમજવું, અર્થાત્ સહાય, કાલ અને ક્ષેત્ર વગેરેનું બળ જે પ્રમાણે હોય તે પ્રમાણે વેપાર વગેરે કરવું.
ન્યાયપૂર્વક : માપ અને તોલ બરાબર કરવા, વ્યાજ ઉચિત લેવું વગેરે પ્રામાણિકતા પૂર્વક, અથવા સેવવા યોગ્ય પુરુષની અવસરોચિત સેવા કરવી વગેરે પ્રામાણિકતા પૂર્વક.
વ્યવહાર : વેપાર, રાજસેવા વગેરે વ્યવહાર.
ભાવાર્થ : ગૃહસ્થ જો વેપાર કરતો હોય તો સર્વ સજ્જનોને સંમત એવા ન્યાયને પ્રધાન રાખીને પોતાના મૂળ ધનના (= મૂડીના) ત્રીજા ભાગના ધનથી વેપાર કરનારો હોય, અને જો રાજસેવા વગેરે કરતો હોય તો તેને ઉચિત આચરણ કરનારો હોય, કુલપરંપરાથી આવેલ અનિંદ્ય વ્યવહાર કરનારો હોય, અત્યંત નિપુણ બુદ્ધિવાળો હોય અને એથી જ ઉપદ્રવવાળા સર્વ સ્થાનોનો ત્યાગ કરનારો હોય, આવા ગૃહસ્થને ધર્મ જ થાય. કારણ કે તેનું ચિત્ત દીન - અનાથ આદિના ઉપયોગમાં આવવાને યોગ્ય હોવાના કારણે ધર્મનું સાધન બને તેવા ધનને મેળવવામાં પ્રતિબદ્ધ હોય છે. વળી, ગ્રંથકારે ગૃહસ્થ ધર્મના વર્ણનના પ્રારંભમાં જ અનિંદ્ય વ્યવહારનો ગૃહસ્થધર્મ તરીકે જે નિર્દેશ કર્યો તેનાથી ગ્રંથકાર એ જણાવે છે કે- ધન મેળવવાના વ્યવહારથી રહિત ગૃહસ્થને નિર્વાહનો અભાવ થવાથી તેની
૧ ૨