________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
“નડઘાસવાળું પાણી પાદરોગ છે' એમ લોકમાં કહેવામાં આવે છે. નડઘાસવાળા પાણીનો સ્પર્શ જેને થાય તેને પગમાં રોગ થાય. આનો અર્થ એ થયો કે નડઘાસવાળું પાણી પાદરોગનું કારણ છે, પણ પાદરોગ નથી. આમ છતાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને નડઘાસવાળું પાણી પાદ રોગ છે એમ કહેવામાં આવે છે. એમ પ્રસ્તુતમાં અવિરુદ્ધ વચનથી થતા અનુષ્ઠાનથી કર્મમલ દૂર થવા રૂપ આત્મશુદ્ધિ થતી હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અવિરુદ્ધ વચનથી થતા અનુષ્ઠાનને ધર્મ કહેવામાં આવે છે. (૩).
अथामुमेव धर्मं भेदतः प्रभेदतश्च बिभणिषुराह - સોયમનુષ્ટાતૃમેવાતુ વિવિઘ – મૃદસ્પદ યતિધર્મગ્ન 9 તિ .
स यः पूर्वं प्रवक्तुमिष्ट: अयं साक्षादेव हृदि विवर्त्तमानतया प्रत्यक्षः अनुष्ठातृभेदात् धर्मानुष्ठायकपुरुषविशेषात् द्विविधो= द्विप्रकारो धर्मः, प्रकारावेव दर्शयति- गृहस्थधर्मो यतिधर्मश्चेति । गृहे तिष्ठतीति गृहस्थः, तस्य धर्मो नित्य - नैमित्तिकानुष्ठानरूपः। यः खलु देहमात्रारामः सम्यग्विद्यानौलाभेन तृष्णासरित्तरणाय योगाय सततमेव यतते स यतिः, तस्य धर्मः गुर्वन्तेवासिता तद्भक्तिबहुमानावित्यादिः वक्ष्यमाणलक्षणः ।।१।।
હવે આ જ ધર્મને ભેદ અને અવાંતર ભેદથી કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે -
તે આ ધર્મ અનુષ્ઠાન કરનારા જીવોના ભેદથી ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ એમ બે પ્રકારે છે. અહીં તે” એટલે જે પૂર્વે કહેવાને ઈચ્છેલો હતો તે. ‘આ’ શબ્દથી પ્રત્યક્ષપણું બતાવે છે, અર્થાત સાક્ષાત્ કર્તાના હૃદયમાં પ્રત્યક્ષ રીતે વર્તમાન એવો ધર્મ.
ગૃહસ્થધર્મ - જે ગૃહમાં (= ઘરમાં) રહે તે ગૃહસ્થ, તેનો જે ધર્મ તે ગૃહસ્થધર્મ. ગૃહસ્થધર્મના નિત્ય અને નૈમિત્તિક એવા ભેદ છે. જે નિત્ય = દરરોજ કરવામાં આવે તે નિત્યધર્મ. જે પર્વ વગેરે નિમિત્તને પામીને કરવામાં આવે તે નૈમિત્તિક ધર્મ.
યતિધર્મ - જે માત્ર દેહમાં આરામ કરે અને સમ્યવિદ્યારૂપી નૌકા મેળવીને તૃષ્ણારૂપી નદીને તરવાના યોગ માટે સતત યત્ન કરે તે યતિ કહેવાય. તેનો જે ધર્મ તે યતિધર્મ, જીવન પર્યત શિષ્યભાવે ગુરુની પાસે રહેવું,ગુરુને વિષે ભક્તિ અને બહુમાન કરવું, ઈત્યાદિ યતિધર્મ છે. યતિધર્મનું સ્વરૂપ આગળ (પાંચમા