________________
ધર્મબિંદુપ્રક૨ણ
•
પ્રશ્ન : સ્વેચ્છા પ્રમાણે શાસ્ત્રની રચના કરવામાં પ્રવૃત્ત થયેલા અન્ય દર્શનીઓ રાગાદિ દોષોથી સહિત હોવા છતાં તેમનું વચન ધુણાક્ષર ન્યાયથી કાંઈક અવિરુદ્ધ પણ જોવામાં આવે છે. તથા માર્ગાનુસારી બુદ્ધિવાળા પ્રાણીમાં ક્યાંક કાંઈક અવિરુદ્ધ વચન પણ જોવામાં આવે છે. તેનું શું કારણ? ઉત્તર ઃ તે અવિરુદ્ધ વચન પણ જિનપ્રણીત જ છે. કારણ કે તેવા અવિરુદ્ધ વચનનું મૂળ જિન જ છે.
પહેલો અધ્યાય
પ્રશ્ન : તો પછી * અપૌરુષેય વચન અવિરુદ્ધ થશે. ઉત્તર ઃ નહિ થાય. કારણકે અપૌરુષેય વચન હોઈ શકે જ નહિ. તે આ પ્રમાણેઃ- બોલવું તે વચન છે. વચન પુરુષના પ્રયત્નથી થાય. તાલવું, હોઠ વગેરેના વ્યાપારરૂપ પુરુષની ક્રિયા વિના વચન કેવી રીતે ઉત્પન્ન થાય? વળી, પુરુષના પ્રયત્ન વિના ક્યાંય બોલાતું હોય તેવું જોવામાં આવતું નથી. કદાચ કોઈ સ્થળે પુરુષ ન હોય અને વચન સંભળાતું હોય તો પણ ત્યાં નિશાચ વગેરે અદૃષ્ટ વક્તાની શંક દૂર થતી નથી. પિશાચ આદિએ તો નહિ કહ્યું હોય ને? આવી શંકા રહે છે. તેથી આવા શંકાવાળા વચનથી પણ વિચારપૂર્વક કાર્ય કરનારા પુરુષોની નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ કેવી રીતે થાય? અર્થાત્ ન થાય.
યથોક્ત : અવિરુદ્ધ આગમમાં અમુક અનુષ્ઠાન અમુક સમયે અમુક રીતે કરવું ઈત્યાદિ જે રીતે અનુષ્ઠાન કરવાનું કહ્યું હોય તે રીતે અનુષ્ઠાન કરવા તે યથોક્ત અનુષ્ઠાન. આગમમાં જે પ્રમાણે કરવાનું કહ્યું હોય તેનાથી બીજી રીતે અનષ્ઠાન કરવામાં અનુષ્ઠાન પ્રત્યે દ્વેષ પ્રાપ્ત થાય છે, પણ ધર્મ થતો નથી. (યોગબિંદુ ગાથા ૨૪૦ માં) કહ્યું છે કે- “જે જડ પુરુષ આગમવિહિત ચૈત્યવંદનાદિ
જ
ઘુણ નામનો કીડો લાકડાને એવી રીતે કોતરે કે જેથી તેમાં અક્ષરો કોતરાઈ જાય. અહીં કીડાનો અક્ષરો કોતરવાનો આશય હોતો નથી, અનાયાસે જ અક્ષરો કોતરાઈ જાય છે. તેવી રીતે કોઈ કામ ક૨વાનો આશય ન હોય, કોઈ કામ કરવાનો પ્રયત્ન ન હોય અને એ કામ થઈ જાય ત્યાં ધુણાક્ષર ન્યાયનો પ્રયોગ થાય છે. પ્રસ્તુતમાં અન્યદર્શનીઓનો અવિરુદ્ધ જ વચન કહેવું એવો આશય હોતો નથી, આમ છતાં તેમનાં કેટલાંક વચનો અવિરુદ્ધ પણ જોવામાં આવે છે. આથી અહીં ધુણાક્ષર ન્યાય ચરિતાર્થ બને છે.
* અપૌરુષેય એટલે કોઈ પુરુષે ન કહેલાં વચનો. અજ્ઞાન લોકો ચાર વેદોને અપૌરુષેય માને છે, એટલે કે વેદોને કોઈએ બનાવ્યા નથી, વેદો અનાદિકાળથી રહેલા છે. વેદોને કોઈ પુરુષે બનાવ્યા નથી, માટે વેદો અપૌરુષેય છે, એમ માને છે.
८