________________
प्रथमः अध्यायः। बाह्यचेष्टाविशेषाः सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु तैः संयुक्तं संमिलितं मैन्यादिभावानां निःश्रेयसाभ्युदयफलधर्मकल्पद्रुममूलत्वेन शास्त्रांतरेषु प्रतिपादनात्तदेवंविधमनुष्ठानं धर्म इति। दुर्गतिपतजंतुजातधारणात् स्वर्गादिसुगतौ धानाच धर्म इत्येवंरूपत्वेन कीर्त्यते शब्द्यते । सकलाकल्पितभावकलापाकलनकुशलैः सुधीभिरिति । इदं चाविरुद्धवचनादनुष्ठानमिह धर्म उच्यते । उपचारात् । यथा नड्वलोदकं पादरोगः । अन्यथा शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणवीजलाभफला जीवशुद्धिरेव ધર્મ રૂ
મિત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યરચ્ય–એ લક્ષણવાલા ભાવ એટલે અંતઃકરણ ના પરિણામ અર્થાત તપૂર્વક એક જાતની બાહ્ય ચેષ્ટાઓ, જેમકે સત્ત્વ-પ્રાણુમાત્ર ઉપર મિત્રભાવ રાખે, પિતાનાથી ગુણે અધિક હેય તેને વિષે પ્રદહર્ષભાવ રાખે, જે દુઃખી હોય તેની ઉપર કાર્યભાવ (દયાભાવી રાખે અને અવિનયી હોય તેની ઉપર મધ્યરથપણું રાખે–તે મિથ્યાદિ ભાવવડે યુક્ત એવું. તે મળ્યાદિભાવ,મોક્ષ અને સ્વર્ગ જેનાં ફલ છે એવાધર્મરૂપી કલ્પવૃક્ષનાં મૂલ છે, એમ બીજાં શાસ્ત્રોમાં પણ પ્રતિપાદન કરેલ છે. તે મૈથ્યાદિ ભાવથી યુક્ત એવું અનુષ્ઠાન તે ધર્મ કહેવાય. વલી દુર્ગતિમાં પડતા એવા જંતુઓને ધારણ કરવાથી અને સ્વર્ગાદિકની સદ્ગતિમાં મૂકવાથી મહાબુદ્ધિવંત પુરૂષ ધર્મ એ શબ્દને વ્યુત્પત્તિથી સિદ્ધ કરી કહે છે, કે જે પુરૂષ સર્વ અકલ્પિત–સત્ય ભાવના સમૂહને જાણવામાં કુશલ છે. અહીં આ અવિરૂદ્ધ વચનથી જે અનુષ્ઠાન તે ધર્મ કહેવાય તે ઉપચારથી છે એટલે આગમને અનુસરીને જે ક્રિયાકલાપ તે કારણમાં કાર્યને ઉપચાર કરવાથી ધર્મ કહેવાય છે. જેમ નફુલના ઘાસને સ્પર્શ થવાથી પગે રોગ થાય છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરી નલ ઘાસનું પાણી તે પગને રોગ છે એમ કહેવાય છે. જો એમ ન લઈએ તે શુદ્ધ અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલી, કર્મરૂપ મલનો નાશ થવારૂપ લક્ષણવાલી અને સમ્યગ્દર્શન વગેરે નિર્વાણ બીજના લાભારૂપ ફલવાલી જે જીવની શુદ્ધિ તેજ વસ્તુતાએ ધર્મ છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org