________________
પ્રકરણ ૪ થું.
સ્વાભાવિક રીતે દરેકનું ધ્યાન તેની તરફ ખેંચાતું હતું; શરીર ઉપર અલંકારો પણ સારાં ધારણ કર્યા હતાં. દીક્ષા લેવાની છે એટલે જેટલું પહેરી લીધું તેટલું ખરું એમ ધારી આજનો ઠાઠ વધારે કર્યો હોય એમ સહેજે કલ્પના થતી હતી. વ્યાખ્યાનમાં શું વંચાય છે તેનું ભાન ઘણું થડાનેજ જણાતું હતું. આ પ્રમાણે વ્યાખ્યાનમાં દીક્ષાભિલાષી ચતુરાબાઈનાં દર્શન થવાથી સર્વેના મનમાં તેને ખ્યાલ આવી ગયે.
માધવદ ૧ થી ધર્મશાળામાં અઠ્ઠાઈ ઉત્સવ શરૂ થયો. બપોરે પૂજામાં પુરૂષોની સંખ્યા ઘણીજ ઓછી જણાતી હતી. જે લેકા તેમાં રસ લેતા હતા તે જ વખતસર આવેલા હતા. છેલ્લી પૂજા વખતે સ્ત્રીઓની સંખ્યા એકદમ વધી ગઈ. તે બધાનું લક્ષ ક્યારે પૂજા પૂરી થાય કે પ્રભાવનાનાં પતાસાં લઈ ઘેર જઈએ એજ જોવામાં આવતું. સ્ત્રીઓના સત્કાર કરવા ધરમચંદનાં પત્ની પરિશ્રમ ઉઠાવી રહ્યાં હતાં. પૂજા પૂરી થઈ કે પ્રભાવનાનાં પતાસાં લઈ સૌ વિદાય થયાં.
રાત્રે આરતી અને ભાવના પૂરી થયા પછી ચોકમાં સ્ત્રીઓના ગરબાની રચના તૈયાર થતાં સ્ત્રીઓ ગેળ આકારમાં ગોઠવાઈ ગઈ. કીટસન લાઇટના પ્રકાશથી ગાવા આવેલી સ્ત્રીઓના દેખાવ સ્પષ્ટ જણાઈ આવતા હતા. તેમાં ગાવા આવેલી ભલી સાદી બાઈએ તો ચાળા ચટકા કર્યા સીવાય સીધી રીતે તાળી પાડી ગાતી હતી પરંતુ કેટલીક છકેલ યુવતીએ પોતાના હાવભાવ ભગવાનને કોરાણે મુકી જેનાર પુરૂષોને ખુશ કરવા મનસ્વીપણે બતાવી રહી હતી. લોકે તો બપોરને પૂજાનો રસ ભુલી ગયા, ભગવાનને પણ ભુલી ગયા અને સ્ત્રીઓના મુખ અને શરીરના અવયવો તરફ જોઈ આનંદ માનવા લાગ્યા. રસિકલાલ અને ચંદ્રકુમાર જેવા બેઠા હતા અને તે સ્ત્રીઓની તથા જેનારાઓની ચિકિત્સાનું અવલોકન કરી રહ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com