________________
૨૪૦
પ્રકરણ ૨૭ મું.
AA.
શુરવીર વીરકેસરી શેઠ લાલભાઈ! આપની શક્તિનાં શાં વખાણ કરીએ ? સોળમી સદીમાં જેમ મેવાડના પ્રતાપસિંહ રાણાએ અકબર બાદશાહને કન્યા નહીં આપી માથું નહીં નમાવીરજપૂતપણું જાળવી રાખ્યું તેમ આપે પણ આ વીસમી સદીમાં દીક્ષાના રણસંગ્રામમાં વિરોધીએને નમતું નહીં આપી પિતાનું જૈનત્વ બચાવી જૈનધર્મના વિજયને વાવટો ફરકાવી રહ્યા છે તે આપની ઓછી બહાદૂરી નથી. વળી ગુમાવેલું ચિતોડ પાછું ન છતાય તે સેનાની થાળીને બદલે પાંદડામાં ખાવું અને પથારીને બદલે પરાળ પર સુઈ રહેવું એવી પ્રતિજ્ઞા. લેનાર રાણું પ્રતાપસિંહની માફક આપે પણ આચાર્યશ્રી વિજયસૂર્ય સુરીવરને એકસે આઠ ચેલા પૂરા ન થાય ત્યાં સુધી પાન નહીં. ખાવાની પ્રતિજ્ઞા લીધેલી છે તેવી આપની ટેક માટે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. | દાતાર શિરોમણું દાનવીર શેઠ લાલભાઈ ! તેરમી સદીમાં વિશળદેવ રાજાના મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળે કરડે રૂપીઆ ખરચી આબુ ઉપર ભવ્ય અને મનહર દેવાલય બંધાવી તેમનાં નામ અમર કરી ગયા છે તેમ આ વીસમી સદીમાં મહાવીરસ્વામીના પ્રતિનિધિ તરીકે મનાતા આપણા આચાર્યો અને મુનિમહારાજાઓના દાનવીર, મંત્રી તરીકે આપ વસ્તુપાળ ને તેજપાળની માફક પરાક્રમો કરી અમર નામ કરી રહ્યા છે તે માટે અમે અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપીએ છીએ.
નરકેસરી શેઠ લાલભાઈ ! આપના જેવા બારવ્રતધારી ક્રિયા તત્પર જૈન ફીલોસોફર વિરૂદ્ધ કેટલાક ધર્મદેહીઓ, ભાનભૂલેલા, નાકકાઓ, અધર્મીઓ નીકળ્યા છે પરંતુ તેઓ આપની સિંહગર્જના સાંભળી ભયથી કંપાયમાન થઈ પગ વચ્ચે પુંછડી ઘાલી નાશી જાય છે. આપના જેવા કેસરી આગળ તેવા શ્વાનમંડળનું શું ચાલી શકે ? આપની યાળ વિકાસમાન થતાંજ વિરોધીઓના હાંજા ગગડી જાય છે. આપ આવા બળવાન હોવા છતાં પણ આપ વાંકી પુછડીવાળા બચકાં ભરનાર અને દાંતીઆ કરનાર પાપી જીવો તરફ દયાભરી દૃષ્ટિ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com