________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ.
અંગારા બનવાથી ચેતનમય બન્યા છે. તમારામાં અગ્નિ રૂ૫ ચેતન દાખલ થયું છે, એટલે કાર્ય કર્વાને શક્તિમાન થયા છે. આખા વિશ્વનું જીવન અગ્નિ-ગરમી છે તે તમે તમારા કોલેજના અભ્યાસમાં શીખી ગયા છે, તેવી અગ્નિ તમારામાં પ્રાપ્ત થવાથી તમારી કાળાશ અને તમારા અંધકારને ટાળી શકયા છો, એટલું જ નહીં પરંતુ અંધારામાં રહેલી તમામ વસ્તુઓ જેવાને તમે શક્તિમાન થયા છે. હવેથી અંધારામાં રહેલી વસ્તુ અને પરિસ્થિતિ સંબંધી બીજાઓ સત્યને અસત્યના સ્વરૂપમાં બતાવી અર્થને અનર્થ કરી ગમે તેવું આડું અવળું સમજાવી અંધારામાં રાખી મને કલ્પિત ચિતાર ખડો કરી અવળા માર્ગે દોરતા હતા તે હવેથી બંધ થયું. તમે તમારી મેળે જેવાને અને તેને વિચાર કરવાને તાકાદ પ્રાપ્ત કરી શકયા છે; હાલમાં જનસમાજ અને સાધુસંસ્થામાં પેશી ગયેલા સડા જે જે પ્રકાશમાં આવવા લાગ્યા છે તેને બાળી ભસ્મીભૂત કરવા તમારામાં અગ્નિ રૂ૫ શક્તિ પ્રાપ્ત થઈ છે. તમે જાણે છે કે જેને આંગળી અડાડવાને શક્તિમાન ન હોય તે બળવાન ગણાય છે અને તે પ્રજા રાજ્ય કરવાને લાયક હોય છે. તમારામાં પણ તે ગુણ પ્રાપ્ત થયો છે એવું અંગારાની ડીગ્રી મળવાથી સાબીત થઇ ચુકયું છે. હવે તે કોઇની - અરે ખુદ સૂર્યવિજય આચાર્યની પણ તાકાદ નથી કે તમને આંગળી અડાડી શકે ! અલબત તમારા જેવા થવાનું માન તે પ્રાપ્ત કરે તોજ તેમ બનવાનો સંભવ છે. (હસાહસ) - હવે અંગારા શબ્દના અંગ્રેજી અક્ષરે A. N. G. A. R. A. જે માત્ર માર્મિક સંજ્ઞા રૂપે છે તેનું સ્પષ્ટિકરણ કરતાં “Advocate of Noble Grand And Revolutionary Activity અર્થાત ઉચ્ચ મહીન અને જમાને પલટાવનાર ક્રાન્તિપ્રવૃત્તિના હીમાયતી” એવો ભાવ નીકળી આવે છે, માટે હવે તમારા નામની આગળ “અંગારા” અને અંગ્રેજીમાં તમારા નામની પાછળ Esquire A. N. G. A. R. A. એવી ડીગ્રી કોઈ લગાડે તો દિલગીર નહીં થતાં આનંદ અને સતિષ માનશે. (તાળીઓ)
ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com