________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૩૫
પડી એટલે મેં તે તરતજ સંદેશ મોકલ્યો. મારા સંદેશાને જવાબ મને મળતાંજ મારા શરીરમાં પાંચશેર લેહી ચડી ગયું હશે.”
રમણિકલાલ–“તારાં માબાપને સમાચાર આપવાની મરજી છે?"
ચતુરા–“મારે તે તેમનું મેં જેવું નથી. એક દિવસ મા આવી હતી તે ઉલટી સૌને લડી મને રોવરાવી ગઈ.”
રમણિકલાલ–“પણ તે તે કર્મને દેષ ! કોઈ ધારતું હતું કે હું મંદવાડમાંથી બેઠે થઈશ અને આપણે બે આમ ભેગાં થઈશું ? હું તે જાણે બીજા અવતારે આવ્યો અને ફરી વાર પરણ્યો એવું લાગે છે ” એમ કહી ચતુરાને હાથ જરા હાથમાં લઈ ખેંચ્યા કે ચતુરા આવેલી તકનો લાભ લઈ મેળામાં માથું મુકી નિરાંતે છુટથી સુઈ ગઈ. આ જોઈ રમણિકલાલ બોલ્યો “ફઈબા આવશે તો મારાથી કે તારાથી એકદમ ઉઠાશે નહીં અને શરમાવા જેવું થશે. ”
ચતુરા–“એ તો ઉઠાશે, તમારે હાથ ફરવાથી વીજળીની માફક મારામાં શક્તિ આવે છે તે સમજે છે? જુઓ ! પહેલાં મારા હદયના ધબકારા ઘણા મંદ ચાલતા હતા તે હવે બરાબર ચાલે છે” એમ હકીકત કહી રમણિકલાલને હાથ લઈ હદય બતાવવા લાગી. રમણિકલાલ હૃદય ઉપર હાથ મુકી હાથે બાંધેલી રીસ્ટવૅચ તરફ નજર રાખી જરા વાર રાહ જોઈ હશીને બેલ્યો “મને તે હજુ તારું હૃદય જડતું નથી, પાંચ મીનીટથી ઘડીઆળમાં જોઈ રહ્યા છું પણ હૃદય જડયા વિના શી રીતે ધબકારા ગણું?”
- ચતુરા–“હદય તે એકદમ જણાતું હશે કે? તે તો બહુ બારીક તપાસ કરવાથી જડી આવે.”
રમણિકલાલ–“ચતુરા! દીક્ષા લીધા પછી તારી ચતુરાઇમાં અજબ વધારો થયેલો જણાય છે.”
ચતુરા–“મેં તડકા છાંયડા જેયા, દુઃખ પડયું એટલે મારા સુખની કીંમત મને સમજાઈ અને તે સુખ અત્યારે ભેગવી રહી છું
તેથી તમને કદાચ અમર્યાદા ભરેલું લાગેલું હશે; પતિપત્નીના સંબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com