________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ. ૩૭૫
ઉત્તમશ્રી– તેમને ક્યાં રહેવું?”
રતિલાલ-મુંબઈ રહે છે. તેમની માએ તેમને નાને મુકી દીક્ષા લીધેલી. તે ચાલાક હોવાથી શેઠે તેમને જર્મની મેકલ્યા, ત્યાં પાંચ વરસ રહ્યા. નસીબયોગે બે લાખ રૂપીઆ ફૈટરીમાં મળ્યા. શેઠે તે રૂપીઆ વેપારમાં રોક્યા, સારે નફે મ. મુંબઇમાં આવ્યા પછી આ ચતુરા બેનની સાથે મળવાને પ્રસંગ આવ્યો. ચતુરાએ પિતાને હેવાલ કહ્યું તે ઉપરથી તેમને પિતાની માને વાંદવા આવવાનું મન થયું. તેમની માનું નામ ઉત્તમબાઈ હતું. તેથી હાલમાં કદાચ ઉત્તમથી નામ રાખ્યું હોય. ચતુરા બેને તમારી અને ચંદન શ્રીની વાત કરેલી તે ઉપરથી તમને મળવા આવ્યા. કદાચ તમને તેમની ખબર હોય તે અમે તપાસ કરીએ. અને જે તે મળી આવે તે અને તેમને દુઃખ હોય તે તેમને ઘેર લાવી તે ચાકરી કરે, માની ભક્તિ કરે એમ ધારી તે અમારી સાથે આવ્યા છે.”
આ સાંભળી ઉત્તમથી બેલ્યાં. “ભાઈ ! હું શું કહું? તમે કહે છે તેવી રીતે મેં મારા ચઉદ વરસના છેકરાને રખડત મુકી દીક્ષા લીધી છે. તે વાતને આઠ વરસ થઈ ગયાં. હાલમાં મને પારાવાર દુઃખ છે. આવી એકાંત જગામાં પડી રહેવું પડે છે. બીજી સાવીઓની ગાળો ખાવી પડે છે, છુપી રીતે છોકરીઓને સંતાડવી પડે છે. અમે અમારું દુઃખ કહી શકતાં નથી. આ ચતુરાની માફક હું - આ પીળો ભેખ છેડી સંસારમાં આવું તો ઉલટું બમણું દુઃખ થાય. ક્યાં ઉભી રહું? આ બિચારી મારી ચેલીની પણ એવી જ દશા છે, તેને એવી જગાએ સંતાડી નસાડી દીક્ષા આપી છે કે વાત કરવા જેવી નથી. તેનાં માબાપ વગેરે મરી પરવાર્યા છે. દીક્ષા છેડી દે તે કોણ પરણનાર મળે ? આવી અમારી દુઃખની કથા છે. હવે મને મારે છેકરે ક્યાં મળે ? વચ્ચે આઠ વરસ પણ થઈ ગયાં.” આમ સખેદ સ્વરે જણાવી જગજીવનદાસની સામું ધારીને જેઈ ઉડે વિચાર કરી કહેવા લાગ્યાં “ભાઈ જગજીવનદાસ! તમારા પિતાશ્રીનું નામ શું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com