Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal

View full book text
Previous | Next

Page 407
________________ ૯૦ પ્રકરણ ૩૭ મું. તૈયાર થવાનું છે. તારી લાયકાત અને કામના પ્રમાણમાં પગાર તને આપવામાં આવશે તે માટે તારે ચિંતા કરવાની નથી. તને કોઈ પણ પ્રકારે દુઃખ પડવા દઈશ નહીં. પણ તારી પાસેથી બીજી છોકરીઓ પ્રમાણે કામ લેવામાં આવશે તે મુદ્દાની વાત ધ્યાનમાં રાખવાની છે. કાલથી તૈયાર રહેજે” આ પ્રમાણે દુર્ગા પિતાના ખરા સ્વરૂપમાં આવી મેનકા આગળ કપટને ભેદ ખુલ્લે કરી હુકમ ફરમાવી ત્યાંથી ચાલી ગઈ દુર્ગાના શબ્દો સાંભળી મેનકાએ ઉડે નિશાસે નાખે, પણ શું કરે ? લાચાર! હદય ભરાઈ જવાથી કપાળે હાથ મુકી નસીબને દોષ કાઢી મેનકા અથુપાત કરવા લાગી. પિતાના વતનમાં જવાની વાત ઉડી ગઈ અને દુર્ગાના કુટણખાનાની જેલમાં સપડાઈ ગઈ, આવા બનાવ બને છે ત્યારેજ અનુભવ ઉપરથી દુનિયા કહે છે કે બ દ નહીં કીસીકા સગા.” (હરિગીત) શાને રડે છે મેનકા? Èખથી રડે કઈ નહિ વળે, સંજાર તારાં પાપ જે કરતી હતી તે પળ પળે. મેના મટી બની મેનકા, બની અપ્સરા સમ સુંદરી, પણ શ્યામ અંતર નહિ મટયું, તેની જ આ શિક્ષા ખરી. સપડાવો સરિતા બાળકી, આવી દયા નહિ અંતરે, તારા પ્રપંચે વીરબાળા બળી મરી ગઈ આખરે. આ પાપ છેડે નવ તને, જેપી નહીં દે બેસવા, બુદ્ધિ તને તેવી સુઝી, એ પાપનાં ફળ ચાખવા. સોબત કરી બુલબુલ તણું, બુલબુલ નહીં તારું થયું, વેચી તને યુક્તિ રચી બુલબુલ પછી ઉડી ગયું. જેવું કર્યું તે અન્યનું, તેવું બન્યું તુજ જાતનું, ફળ ઉદય આપ્યું આ ઘડી તત્કાળ તારા પાપનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418