Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal
View full book text
________________
જેનપારિભાષિક શબ્દોના અર્થ.
૨૫
૩૯૫
પ્રતિક્રમણ = પડિકમણું. ઉપર જુએ.) પ્રભાવના = લ્હાણું. પતાસાં, બદામ, શ્રીફળ, પેંડા, પુસ્તક વિગેરેની
વહેંચણી. બારવ્રતધારી = જે જૈન બારવ્રત પાળતું હોય તે. ભવિતવ્યતા = પ્રારબ્ધયોગ. ભાગ્યનો ઉદય. ભાવના = ભક્તિ. મંગળદી = આરતી ઉતાર્યા પછી એક દી આરતી પ્રમાણે પ્રતિમા
આગળ ઉતારવામાં આવે છે તે. મહાવીર = ચોવીસમા તીર્થકર. માત્રુ = પેશાબ. મિચ્છામિદુક્કડ = (સંસ્કૃત મિથ્યા મે દુષ્કૃતમ) મારાં જે દુષ્કર્મ હોય
તે મિથ્યા થાઓ. જને પરસ્પર માફી માગવામાં આ વાક્ય
વધારે વાપરે છે. મુમતી = (પ્રાકૃત-મૂહપત્તિ. સંસ્કૃત-મુખપદિકા) સાધુસાધ્વી મેં
આગળ રૂમાલ જેવું કપડું ધરે છે તે. લીલોતરી = શાકભાજી વગેરે લીલી વનસ્પતી. લોગસ્સ = પ્રતિક્રમણ કરતાં વચ્ચે ધ્યાન કરવાને વીસ તીર્થકરના
નામેને પાઠ આવે છે તે. લોચ = (લંચન) માથાના વાળ હાથે કરી ચુંટવા તે. વડી દીક્ષા = પહેલી દીક્ષા આપ્યા પછી બીજી મોટી દીક્ષા પૂરેપૂરી
વિધિ સાથે આપવામાં આવે છે તે. વર્ધમાન = મહાવીર ભગવાનનું બીજું નામ. વહેરવું = શિક્ષા લેવી. વાંદવું = સાધુસાધ્વીને નમસ્કાર કરવા તે. વંદન કરવું. વાયુકાય = હવામાં રહેલા જીવોની જાત. વાસક્ષેપ = સુખડ અને કેસરને વાટી સુકવી પીળા રંગને બારીક
બનાવેલો ભૂકે (અપભ્રંશ-વાસખેપ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418