________________
(૩૬૭ )
તૈયાર છે! મોટા સુધારા વધારા સાથેની સુંદર આઠ ચિત્રાવાળી
છઠ્ઠી આવૃત્તિ અનવર કાવ્ય અર્થ અને વિવેચન સાથે પ્રસિદ્ધ કરનાર
મહાસુખભાઈ ચુનીલાલ કીંમત રૂ. ૨-૦-૦ પેસ્ટેજ ૦-૪-૦ આ પુસ્તકમાં સમાધિ અને વેગનાં અસરકારક ભજન, આત્મજ્ઞાન, અભેદ અને બ્રહ્મસ્વરૂપનાં બેધદાયક પદો, ભક્તિશૃંગારરસની સુંદર ગરબીઓ, પરમેશ્વર પ્રત્યેના પ્રેમમાં મસ્ત બનાવનાર ગઝલ, અને જુદા જુદા પ્રકારની નીતિની નસીહતોને સમાવેશ કરેલો છે. આત્મકલ્યાણ અને આત્મજ્ઞાનના અભ્યાસીઓ માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી છે. કાવ્યોનું રહસ્ય વાચકે બરાબર સમજી શકે તે માટે નીચે ટીકા આપવામાં આવી છે. શરૂઆતમાં રચનાર કાજી અનવર મીયાએ સવિસ્તર ઉપોદઘાત લખે છે જે વાંચવાથી આખા પુસ્તકનું રહસ્ય સમજાય છે. આત્મજ્ઞાની આનંદધનજી ને ચિદાનંદજી નાં કાવ્યોની છાયા આ કાવ્યોમાં ઘણું ઘણા સ્થળે જોવામાં આવે છે. એકંદર ૪૭૪ પૃષ્ટનું પાકા પુઠાનું પુસ્તક છે. આ પુસ્તક પ્રત્યે વાચકોની કેટલી બધી અભિરૂચિ છે તે તેની બહાર પડતી આવૃત્તિઓ ઉપરથી સમજાય તેમ છે. આ પુસ્તક નીચેને ઠેકાણેથી મળશે –
વિસનગર–મહાસુખભાઈ ચુનીલાલ, અમદાવાદ–બુકસેલર મહાદેવ રામચંદ્ર, ત્રણ દરવાજા. મુંબઈ–બુકસેલર એન એમ. ત્રીપાઠી, કાલબાદેવીરડ.
ખંભાત ભાવનગર વગેરે સ્થળે બુકસેલરને ત્યાંથી મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com